ભારતની રાજદ્વારી જીત! યુએસએ વેપાર કરારમાં ફેરફાર કર્યા, ખેડૂતોના હિત સચવાયા

નવી દિલ્હી: ગત અઠવાડિયે ભારત અને યુએસ વચ્ચે એક વેપાર કરાર થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી, ભાજપ અને તેના સાથી પક્ષોએ આ કરારને “ઐતિહસિ” ગણાવ્યો હતો. ભારત સરકારે જણાવ્યું હતું કે કરારમાં ભારતના ખેડૂતોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કેટલાક મુદ્દે બંને પક્ષો વચ્ચે સહમતી સધાઈ શકી ન હતી, જેના માટે હાલ વાટાઘાટો ચાલી રહી છે. એવામાં અહેવાલ છે કે ભારતીય અધિકારીઓએ મહત્વની સફળતા મેળવી છે.
નોંધનીય છે કે ભારત અને યુએસ વચ્ચેનો કરારને અંતિમ રૂપ હજુ સુધી આપવામાં આવ્યું નથી, બંને દેશોના અધિકારીઓ હજુ પણ વાટાઘાટો કરી રહ્યા છે. સોમવારે કરારના મુખ્ય પાસાઓ અંગે વ્હાઈટ હાઉસ દ્વારા એક ફેક્ટશીટ જાહેર કરવામાં આવી હતી, જોકે મંગળવારના રોજ આ ડોક્યુમેન્ટરમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જે ભારતના પક્ષમાં છે.
ખેડૂતોનું હિત સચવાયું!
યુએસના “ચોક્કસ કઠોળ” પર ભારતમાં ટેરીફ દુર કરવા કે ઘટાડવાનો ઉલ્લેખ હટાવવામાં આવ્યો છે. સોમાવરે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ભારત તમામ યુએસ ઔદ્યોગિક સમાન અને યુએસના ડ્રાઈડ ડિસ્ટિલર્સ ગ્રેઇન(DDG), લાલ જુવાર, ટ્રી નટ્સ, ફ્રેશ અને પ્રોસેસ્ડ ફળો, ચોક્કસ કઠોળ, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ જેવા ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની પરના ટેરિફને દૂર કરવા અથવા ઘટાડવા માટે સંમત થયંમ છે.
નવા ડોકયુમેન્ટમાંથી “ચોક્કસ કઠોળ” શબ્દ દુર કરવામાં આવ્યો છે, મતલબ કે ભારતમાં યુએસથી આયાત થતા કઠોળો પર ટેરીફ પહેલાની જેમ જ લાગુ રહેશે.
નોંધનીય છે કે ભારત કઠોળનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ છે. ભારતીય ખેડૂતોના હિતોના રક્ષણ માટે ભારતે યુએસથી આયત થતા કઠોળો પર ટેરિફ લાદ્યા છે. યુએસ ફેક્ટશીટમાં આ ફેરફારનો મતલબ છે કે ભારતીય અધિકારીઓ યુએસ અધિકારીઓને મનાવવા સફળ થયા છે.
સર્વિસ ટેક્સ સર્વિસ ટેક્સ અંગે ભારતની જીત!
આ ઉપરાંત વધુ એક મોટો ફેરફાર ડિજિટલ સર્વિસ ટેક્સ અંગે કરવામાં આવ્યો છે. અગાઉ જણાવવામાં અવાયું હતું કે ભારત યુએસની ડિજિટલ સર્વિસ ટેક્સ દૂર કરશે. જોકે, વેબસાઇટ પરના નવા અપડેટેડ ડોક્યુમેન્ટમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી.
આ શબ્દો બદલવામાં આવ્યા:
નવા ડોકયુમેન્ટનમાં કેટલાક શબ્દો પણ બદલવામાં આવ્યા છે, જેમ કે “પ્રતિબદ્ધતા” (Commitment) શબ્દને બદલે “ઈરાદા” ( Intention) શબ્દનો ઉપયોગ કરવામ આવ્યો છે.
નવા ડોક્યુમેન્ટ મુજબ, “ભારત આગામી 5 વર્ષમાં યુ.એસ. પાસેથી $500 બિલિયનના એનર્જી પ્રોડક્ટ, એરક્રાફ્ટ અને એરક્રાફ્ટ પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને કોકિંગ કોલ ખરીદવાનો ઇરાદો ધરાવે છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPUs) અને ડેટા સેન્ટરોમાં વપરાતા અન્ય માલ સહિત ટેકનોલોજી પ્રોડકટમાં વેપારના નોંધપાત્ર વધારો કરશે અને જોઈન્ટ ટેકનોલોજી કોઓપરેશનમાં વધારો કરશે.”
અગાઉના જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં યુએસએ જણાવ્યું હતું કે ભારતે યુએસ પાસેથી $500 બિલિયનનો સમાન ખરીદવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ભારતે આ શબ્દ “પ્રતિબદ્ધતા” શબ્દ સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યાર બાદ આ સુધારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો, ઓમાન કરી રહ્યું છે મધ્યસ્થતા



