ઇન્ટરનેશનલનેશનલ

દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશ: ‘ધાર્મિક આસ્થામાં દખલ નહીં’

નવી દિલ્હી/બીજિંગ/લ્હાસાઃ દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ચીને જે નિવેદન આપ્યું હતુ તે બાબતે ભારત સરકારે ફરી રોકડો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત સરકાર આસ્થા, ધાર્મિક માન્યતાઓમાં અને પરંપરાઓ સંબંધિત બાબતો પર કોઈ વલણ અપનાવતી નથી કે કોઈ અભિપ્રાય વ્યક્ત કરતી નથી. ભારત દરેક ધર્મના લોકોને સમાન રીતે જુએ છે. સરકાર પણ હંમેશા ભારતના દરેક ધર્મના લોકોની સ્વતંત્રતાને કાયમ રાખી છે અને આગળ પર આવું જ કરશે, એમ તેમણે જમાવ્યું હતું.

ભારત દરેક ધર્મના લોકોને સમાન માને છે

ચીન દરેક વખતે ભારતની બુરાઈ કરવા માટે કોઈ કારણ શોધતું રહ્યું છે. ફરી એકવાર ચીને ભારતના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજ્જુની ટિપ્પણી પર વિરોધ દર્શાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે, ભારતે 14મા દલાઈ લામાની ચીન વિરોધી અલગતાવાદી પ્રકૃતિ વિશે સ્પષ્ટ રહેવું જોઈએ અને તિબેટ સંબંધિત મુદ્દાઓનું સન્માન કરવું જોઈએ’. ચીનને આ નિવેદનનો સ્પષ્ટ જવાબ પણ આપી દીધો છે.

આ પણ વાંચો: રશિયા અને ચીનને G7 માં સામેલ કરી ટ્રમ્પ G9 બનાવવા માંગે છે, પુતિન સાથે સહાનુભૂતિ દર્શાવી

તિબેટ સંબંધિત મુદ્દાઓમાં દખલ નહીં કરો

આ વિવાદ દલાઈ લામાના ઉત્તરાધિતારી બાબતે શરૂ થયો છે. તેમાં ચીન ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દલાઈ લામાના ઉત્તરાધિકારીને લઈને ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે પોતાના શબ્દો અને કાર્યોમાં સાવધાની રાખવી જોઈએ. ભારતે તિબેટ સંબંધિત મુદ્દાઓ પર ચીનના આંતરિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરવું જોઈએ’. દલાઈ લામા ખૂદ એવું જાહેર કર્યું છે તેમના ઉત્તરાધિકારીની પસંદ તિબેટ પરંપરા પ્રમાણે જ થશે. ચીનનો તેમો કોઈ હસ્તક્ષેપ નહીં હોય તેવું પણ જણાવ્યું હતું.

દલાઈ લામા મુદ્દે કોઈ મૂંઝવણની જરૂર નથી

ઉત્તરાધિકારી બાબતે ભારતના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, દલાઈ લામાના બધા અનુયાયીઓ ઇચ્છે છે કે તિબેટિયન આધ્યાત્મિક નેતા પોતાના ઉત્તરાધિકારી પસંદ કરે. દલાઈ લામા મુદ્દે કોઈ મૂંઝવણની જરૂર નથી. વિશ્વભરના બધા બૌદ્ધો અને દલાઈ લામાના અનુયાયીઓ ઇચ્છે છે કે તેઓ જ તેમના ઉત્તરાધિકાર પર નિર્ણય લે. આ મુદ્દે અમારે કે સરકારે કંઈ કહેવાની જરૂર નથી’. દલાઈ લામાની ઉત્તરાધિકારી મામલે કિરેન રિજ્જુ દ્વારા કહેવામાં આવેલી વાત કોઈ ધર્મવિરોધી કે લાગણી દુભાવે તેવી નથી. હવે ભારતીય વિદેશ મંત્રાલયે પણ ચીનને સણસણતો જવાબ આપી દીધો છે.

આ પણ વાંચો: ચીનને પરેશાન કરનારા દલાઈ લામાના 90મા જન્દિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?

તિબેટિયન સરકારે પણ ચીનને લગાવી ફટકાર

મહત્વની વાત એ છે કે, ભારત સાથે સાથે તિબેટિયન સરકારે પણ ચીનને ફટકાર લગાવી છે. નિર્વાસિત તિબેટીયન સરકારના પ્રમુખ પેનપા ત્સેરિંગેએ કહ્યું કે, ચીન સરકાર કે જેની ધર્મમાં કોઈ શ્રદ્ધા નથી, તે કંઈ પણ નક્કી કરશે નહીં. ચીન તિબેટિયન લોકોની ધાર્મિક સ્વતંત્રતામાં દખલ કરવા માંગે છે. ચીન આપણા દેશ પર કબજો કરવા માંગતા નથી, પરંતુ આપણા પર ઘણી વસ્તુઓ લાદવા માંગે છે, જેમાં આપણા પોતાના આધ્યાત્મિક નેતાને પસંદ કરવાની ધાર્મિક સ્વતંત્રતાનો પણ સામેલ છે. ચીન પરાણે ધાર્મિક બાબતોમાં પોતાનો પગ પેસારો કરવા માટે પ્રયત્ન કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button