શું ટ્રમ્પ સરકાર ભારત સાથે કરશે આ મોટી ડિફેન્સ ડીલ?
Defense Deal: ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) જીત બાદ ભારત અને અમેરિકા (India-USA relations) વચ્ચે લાંબા સમયથી અટકેલી ડિફેન્સ ડીલ (defense deal) જલદી પૂરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ટ્રમ્પના ગત કાર્યકાળને જોવામાં આવે તો તેમણે ભારત સાથે અનેક ડિફેન્સ ડીલ કરી હતી. ટ્રમ્પ ભારત સાથે આ ડીલ કરીને તેમના હથિયારો ગ્લોબલ માર્કેટમાં (global market) બની રહે તેવો પ્રયાસ કરશે.
ભારતને 114 મલ્ટીરોલ ફાઈટર એરક્રાફ્ટની જરૂર છે. જેમાં રશિયાની એસયુ-35, મિગ-35 ફાઇટર જેટ, ફ્રાન્સના રાફેલ, અમેરિકાના એફ-21 અને એફએ-18, સ્વીડનના ગ્રિપેન અન યૂરોફાઈટર ટાયફૂન સામેલ છે. અમેરિકાની નજર તેમના ફાઈટર જેટ્સની ડીલ થાય તેના પર છે. જોકે આ ડીલને લઈ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ જેટ નિર્માતા આ ડીલ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકા પૂરી રીતે એફ-21 ફાઈટિંગ ફાલ્કનને પ્રમોટ કરી રહ્યો છે. જે સ્ટેટ ઓફ ધ આર્ટ એફ-16 ફાઈટર જેટનું એડવાન્સ અપગ્રેડ વર્ઝન છે. ડીફેન્સ એક્સપર્ટ મુજબ, ટ્રમ્પ સરકાર આવવાથી આ મોટી ડીલ થઈ શકે છે.
ભારતના સ્વદેશી ફાઈટર જેટ તેજસ માર્ક 1 એ માટે અમેરિકાથી 99 એફ404 એન્જિનની ડીલ 2021માં થઈ હતી. આ ડીલ જનરલ ઈલેક્ટ્રિકથી કરવામાં આવી હતી. તેના એન્જિનની ડિલિવરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. જેનાથી તેજસના પ્રોડક્શન પર અસર પડી છે.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શેખ હસીનાએ પાઠવી શુભેચ્છા; કહ્યું આ ઐતિહાસિક જીત…
આ ઉપરાંત ભારત આધુનિક ડ્રોનની ક્ષમતા વધારવા માંગે છે. ભારતે અમેરિકા સાથે MQ-9B ડ્રોનની ડીલ કરી છે. 31 ડ્રોન ટૂંક સમયમાં આવશે, જેનું એસેમ્બલિંગ ભારતમાં થશે. આ ડ્રોન બનાવનારી કંપની જનરલ એટોમિક્સ ભારતમાં રિપેર અને ઑવરઓલ ફેસિલિટી બનાવશે. ટ્રમ્પ સરકારના કારણે આ ડીલ ઝડપથી પૂરી થવાની સંભાવના છે.
આ ઉપરાંત GE Aerospace અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચે GE F414 એન્જિન બનાવવાની ડીલ થઈ શકે છે. જો આ ડીલ થશે તો એક નવા પ્રકારનું સાહસ હશે. આ ડીલમાં ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવશે.
વર્ષ 2000થી અમેરિકન હથિયાર ભારતીય સેનામાં થઈ રહ્યા છે સામેલ
વર્ષ 2000થી સતત અમેરિકન હથિયાર ભારતીય સેનામાં સામેલ થઈ રહ્યા છે. જેમાં 25 અપાચે એટેક હેલિકૉપ્ટર, 1354 એજીએમ-114 હેલફાયર એન્ટી ટેંક મિસાઈલ, સ્ટિંગર પોર્ટબલ સરફેસ ટુ એર મિસાઈલ, 15 ચિનૂક હેવી લિફ્ટ હેલિકોપ્ટર, 13સી-130 સુપર હરક્યુલિસ વિમાન, 11 સી-11 ગ્લોબમાસ્ટર સામેલ છે. આ ઉપરાંત 24 રોમિયો હેલિકોપ્ટર, 12 પી-8 આઈ એરક્રાફ્ટ, એન્ટી સબમરીન ટૉરપીડો, હાર્પુન એન્ટી શિપ મિસાઈલ પણ અમેરિકાથી આવ્યા છે.
ગત ટ્રમ્પ સરકારના ભારત સાથે કેવા હતા સંબંધ?
ગત ટ્રમ્પ સરકારના સમયે ભારત અને અમેરિકાના સંબંધ ઘણા સારા હતા. પાકિસ્તાનને નિયંત્રણમાં રાખવા અમેરિકાએ 300 મિલિયન ડૉલરની ડીલ રદ્દ કરી હતી. પરંતુ ભારતે જ્યારે રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી ત્યારે અમેરિકાએ વિરોધ કર્યો હતો.