નેશનલ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: શું નવમી જુલાઈ પહેલા થશે જાહેરાત?

અત્યારે કૃષિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે પેચ ફસાયાની અટકળો

વોશિંગ્ટન ડીસી/નવી દિલ્હીઃ અમેરિકા સાથે વેપાર કરાર માટે વાતચીત કરવામાં માટે ભારતે વોશિંગ્ટન મોકલેલ ટીમ પાછી આવી ગઈ છે. જોકે, આના પર હજી કોઈ ખાસ નિર્ણય સેવામાં આવ્યો નથી. જો કે, 9મી જુલાઈના બુધવાર પહેલા આ કરાર અંતિમ સ્વરૂપમાં આવી શકે તેમ છે. વાણિજ્ય વિભાગમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ અમેરિકા ગયેલી ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે. જોકે, કૃષિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રોમાં હજુ પણ કેટલાક મુદ્દાઓ ઉકેલવાની જરૂર છે તેથી ચર્ચા ચાલુ રહેશે.

9 જુલાઈ પહેલા તેના નિષ્કર્ષની જાહેરાત થવાની અપેક્ષા

મળતી જાણકારી પ્રમાણે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને 9 જુલાઈ પહેલા તેના નિષ્કર્ષની જાહેરાત થવાની અપેક્ષા છે. મહત્વની વાત એ પણ છે કે, 9 જુલાઈ એ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રતિશોધાત્મક ટેરિફ પર લાદવામાં આવેલા 90 દિવસના પ્રતિબંધનો છેલ્લો દિવસ છે. જેથી આ પહેલા નિર્ણય લેવામાં આવશે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે. અમેરિકાએ ભારત સાથે વેપાર કરવા માટે અનેક વખત ઇશારો કર્યો છે, પરંતુ સાથે ટેરિફની વાત પણ એટલી જ વચ્ચે આવે છે.

વાત વિશ્વ વેપાર સંગઠનની સુરક્ષા સમિતિ સુધી પહોંચી

અમેરિકા સાથે વેપાર કરાર કરવા માટે ભારતે ઓટોમોબાઇલ સક્ટરમાં 25 ટકા ટેક્સના મુદ્દે ચર્ચા કરી છે. ભારત આ મુદ્દો વિશ્વ વેપાર સંગઠન (WTO)ની સુરક્ષા સમિતિમાં ઉઠાવ્યો છે. ભારતે WTOએ પણ જાણ કરી છે કે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર યુએસ ટેરિફના જવાબમાં પસંદગીના યુએસ ઉત્પાદનો પર બદલો લેવાનો ટેરિફ લાદવાના અધિકારને સુરક્ષિત રાખ્યો છે. શું ભારત અને અમેરિકા સાથે વેપાર માટે કરાર થશે તે કેમ? નવમી જુલાઈ પહેલા નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: કાઉન્ટડાઉનઃ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે નિર્મલા સીતારમણે કહી આ વાત

કરાર માટે ભારતે વિશ્વ વેપાર સંગઠનને પત્ર લખ્યો

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર કરાર પહેલા ભારતે વિશ્વ વેપાર સંગઠનને પત્ર પણ લખ્યો હતો. ભારતે પત્રમાં લખ્યું હતું કે, 26 માર્ચ 2025ના અમેરિકાએ ભારતમાં બનેલા અથવા આયાત કરાયેલા કેટલાક ભાગો સાથે પેસેન્જર વાહનો અને હળવા ટ્રકોની આયાત પર 25 ટકા એડ વેલોરમ ડ્યુટી વધારાનો ઉપાય અપનાવ્યો છે. વાહનના ભાગો પરનો આ માપદંડ 3 મે, 2025થી અમર્યાદિત સમયગાળા માટે લાગુ રહેશે. ગયા વર્ષે, અમેરિકાએ વૈશ્વિક સ્તરે 89 અબજ ડોલરના પાર્ટ્સની આયાત કરી હતી. જેમા મેક્સિકોનો હિસ્સો 36 અબજ ડોલર, ચીનનો હિસ્સો 10.1 બિલિયન ડોલર અને ભારતનો હિસ્સો ફક્ત 2.2 અબજ ડોલર જ હતો.

ભારતીય ટીમ 26 જૂનથી 2 જુલાઈ સુધી વોશિંગ્ટન હતી

ટ્રમ્પ દ્વારા પ્રતિશોધક ટેરિફ પર સ્થગિત કરવાનો નિર્ણય 9 જુલાઈના રોજ સમાપ્ત થતો હોવાથી ભારતીય ટીમ અમેરિકા વચગાળાના વેપાર કરાર પર ચર્ચા કરવા માટે 26 જૂનથી 2 જુલાઈ સુધી વોશિંગ્ટન ગઈ હતી. અમેરિકાએ 2 એપ્રિલના રોજ ભારતીય માલ પર 26 ટકા વધારાની પ્રતિશોધક ડ્યુટી લાદી હતી, પરંતુ તેને 90 દિવસ માટે સ્થગિત કરી દીધી હતી. જોકે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 10 ટકા મૂળભૂત ડ્યુટી હજુ પણ અમલમાં છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: PM મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યુંઃ ભારતને ‘ટ્રેડ ડીલ’નો લોભ નથી! આતંકવાદ મુદ્દે કોઈ સમાધાન નહીં

બંને દેશની વચ્ચે ક્યાં વાત અટકી છો?

ભારત વધારાની 26 ટકા ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ ઇચ્છે છે. જ્યારે અમેરિકા ચોક્કસ ઔદ્યોગિક માલ, વાહનો, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો, વાઇન અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર ડ્યુટી છૂટ માંગે છે. બીજી તરફ, ભારત પ્રસ્તાવિત વેપાર સોદામાં કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડાની ચીજવસ્તુઓ, વસ્ત્રો, પ્લાસ્ટિક, રસાયણો, ઝીંગા, તેલીબિયાં, દ્રાક્ષ અને કેળા જેવા શ્રમ-સઘન ક્ષેત્રો માટે ડ્યુટી છૂટ માંગે છે. આ મામલે અત્યારે બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.

કૃષિ ક્ષેત્રમાં છૂટછાટ આપવી પડકારજનક

અમેરિકા હવે કૃષિ ક્ષેત્રમાં જેવા કે, ડેરી ઉત્પાદનો, સફરજન, બદામ અને આનુવંશિક રીતે સુધારેલા પાક જેવા ઉત્પાદનો પર ટેરિફમાં છૂટછાટ ઇચ્છે છે. રાજકીય રીતે સંવેદનશીલ ક્ષેત્ર હોવાથી, ભારત માટે કૃષિ ક્ષેત્રમાં કોઈપણ છૂટછાટ આપવી મુશ્કેલ અને પડકારજનક રહેવાનું છે. ભારતે અત્યાર સુધી હસ્તાક્ષર કરેલા કોઈપણ મુક્ત વેપાર કરાર (FTA)માં તેના કોઈપણ વેપારી ભાગીદારો માટે ડેરી ક્ષેત્ર ખોલ્યું નથી. ભારતે યુએસ કૃષિ અને ડેરી ઉત્પાદનોને ટેરિફમાં છૂટછાટ આપવા અંગે પોતાનું વલણ કડક બનાવ્યું છે. જો કે, આ મામલે હજી કોઈ ખાસ નિર્ણય લેવામાં આવ્યાં નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button