નેશનલ

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ અંગે રશિયાનું આવ્યું ‘ફર્સ્ટ રિએક્શન’: તેલની ખરીદી મુદ્દે આપ્યું મોટું નિવેદન…

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ મુદ્દે ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાએ ટેરિફ ઘટાડ્યા પછી આજે ભારત સરકારે પોતાના તરફથી કહ્યું છે કે ખેડૂતોના હિતમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં, જ્યારે હવે આ મુદ્દે રશિયાએ પણ મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે.

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવા અંગે રશિયા સાથેના સંબંધોમાં કોઈ ફરક પડશે એ સવાલ અંગે રશિયાની પ્રતિક્રિયા મળી છે. અમેરિકા સાથે દોસ્તી કર્યા પછી હવે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરશે આ તમામ અટકળો મુદ્દે સૌથી પહેલી રશિયાની પ્રતિક્રિયા મળી છે. રશિયા સ્પષ્ટ કહ્યું છે કે ભારત તરફથી તેલ ખરીદવા મુદ્દે કોઈ સંકેતો મળ્યા નથી અને બંને દેશના સંબંધો પણ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો…જ્યાંથી ‘સસ્તું’ તેલ મળશે ત્યાંથી ‘ખરીદશું’: ટ્રમ્પના દાવા પર ભારત સરકારની નવી સ્પષ્ટતા

રશિયાના પ્રમુખ કાર્યાલય ક્રેમલીનના પ્રવક્તા દિમીત્રી પેસ્કોવ તરફથી જણાવ્યું છે કે અમને અત્યાર સુધીમાં ભારત તરફથી તેલ નહીં ખરીદવા અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. આ નિવેદન એટલા માટે મહત્ત્વનું છે કારણ કે પશ્ચિમી મીડિયા અત્યારે અલગ પ્રકારનું નેરેટિવ સેટ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે ભારતે રશિયાની કુરબાની આપવાનું મન મનાવી લીધું છે. રશિયાના આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે નવી દિલ્હી અને મોસ્કોની વચ્ચેના સંબંધો મજબૂત છે.

ફક્ત તેલ જ નહીં, પરંતુ રશિયાએ ભારત સાથેના પોતાના વ્યૂહાત્મક સંબંધો પર પણ મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિમીત્રી પેસ્કોવએ કહ્યું છે કે રશિયા ભારત સાથેના પોતાના સંબંધોને શક્ય એટલા વિકસિત કરવા અને આગળ વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. રશિયા ભારતની સંતુલિત પોલિસીને પણ સમજે છે. ભારતએ પણ હંમેશાં પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે કે તેની ઊર્જા સુરક્ષા તેની પ્રાથમિકતા છે અને જ્યાંથી સારી ડીલ મળશે ત્યાંથી પોતાના નાગરિકો માટે તેલ ખરીદશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button