RAWએ ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનું કાવતરું રચ્યું હતું! ભારતે USના અહેવાલનો જવાબ આપ્યો
નવી દિલ્હી: અમેરિકામાં ખાલિસ્તાની અલગાવવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુન(Gurpatwant Singh Pannun)ની હત્યાના કથિત કાવતરા (Murder Plot)અંગે USના પ્રતિષ્ઠિત અખબાર વોશિંગ્ટન પોસ્ટે પ્રકશિત કરેલા એક હેવાલમાં ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(RAW)પર ગંભીર આરોપ મુકવામાં આવ્યા હહતાં. આ અહેવાલ અંગે આજે મંગળવારે ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે.
ભારતના વિદેશ માત્રાલાયે આ અહેવાલને ‘ગેરવાજબી અને અપ્રમાણિત’ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “યુએસ સરકાર દ્વારા સુરક્ષા બાબતે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને અંગે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની તપાસ કરી રહી છે. શંકાસ્પદ અને બેજવાબદાર ટિપ્પણીઓ તપાસમાં મદદરૂપ નથી.”
ધી વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિક્રમ યાદવ નામનો RAW અધિકારી યુએસમાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હતો, અને આ કાવતરાને ભારતીય જાસૂસી સંસ્થાના તત્કાલિન વડા સામંત ગોયલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
ગુરપતવંત સિંહ પન્નુન, ખાલિસ્તાન અલગાવવાદી ચળવળના મુખ્ય નેતાઓમાંના એક છે. તે શીખ્સ ફોર જસ્ટિસનાનો લીગલ એડવાઇઝર અને પ્રવક્તા છે. આ સંગઠનનોનો હેતુ ભારતથી અલગ શીખ રાષ્ટ્રના વિચારને પ્રોત્સાહન આપવાનો છે. ભારત સરકારે ગુરપતવંત સિંહ પન્નુનને આતંકવાદી જાહેર કર્યો છે.
આ દરમિયાન ધી વોશિંગ્ટન પોસ્ટના દ્વારા કરવામાં આવેલા દાવા અંગે વ્હાઇટ હાઉસે સોમવારે કહ્યું હતું કે ભારત ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા અંગેના આરોપોને ગંભીરતાથી લઈ રહ્યું છે. જો કે, વ્હાઇટ હાઉસે આ મામલામાં FBIની તપાસ અને ન્યાય વિભાગ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસ પર ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ (DOJ) ગુનાહિત મામલાની તપાસ ચલાવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત યુનાઇટેડ સ્ટેટ્સનું એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સાથીદાર છે. અમે ભારત સરકાર સાથે અમારી ચિંતાઓ વ્યક્ત કરવાનું ચાલુ રાખીશું.
Our response to media queries on a story in The Washington Post:https://t.co/ifYYng7CT3 pic.twitter.com/LEIso6euN6
— Randhir Jaiswal (@MEAIndia) April 30, 2024