નેશનલ

ભારતની ટ્રેડ સ્ટ્રાઈક, પાકિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કર્યો

જમ્મુ કાશ્મીરના પહેલગામના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક આકરા પગલાં લીધા છે. જેમાં હવે ભારતે પાકિસ્તાન પર ટ્રેડ સ્ટ્રાઈક કરી છે. તેમજ ભારત સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. ભારત હવે પાકિસ્તાનમાંથી કંઈપણ આયાત કે નિકાસ કરશે નહીં. આ પૂર્વે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવી, એર સ્પેશ બંધ કરવી, પાકિસ્તાનીઓના વિઝા રદ કરવા અને પડોશી દેશની ઘણી પ્રખ્યાત કલાકારો અને મંત્રીઓના સોશિયલ એકાઉન્ટ બ્લોક કરવા જેવા ઘણા મોટા પગલાં લીધા છે.

આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લાદવામાં આવ્યો

આ અંગે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક જાહેરનામા અનુસાર, ભારતે પાકિસ્તાનથી તમામ માલની સીધી અને પરોક્ષ આયાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ આગળના આદેશો સુધી અમલમાં રહેશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ કહ્યું છે કે આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લાદવામાં આવ્યો છે.

ભારત વધુ બે મોટા પગલાં લેવાનું વિચારી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. હવે ભારત વધુ બે મોટા પગલાં લેવાનું વિચારી રહ્યું છે. આ પગલાં પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લિસ્ટ’માં પાછું લાવવા અને મે મહિનામાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ની બેઠકમાં પાકિસ્તાન સામે વાંધો ઉઠાવવા સાથે સંબંધિત છે.

આ પણ વાંચો…પાકિસ્તાનને ભારત મારશે વધુ એક મરણતોલ ફટકો, ગુરુવારથી તમામ વેપાર થશે બંધ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button