આતંકવાદ મુદ્દે ભારતે પાકિસ્તાનને ફરી બેનકાબ કર્યું
નવી દિલ્હી: પાકિસ્તાન આંતકવાદ ફેલાવે છે એ સહુ કોઈ જાણે છે. એન્ડ તેના કારણે ભારત અને બીજા દેશોને ઘણું નુકશાન પણ થાય છે. પરંતુ કોઈ પાકિસ્તાનને કહેવા તૈયાર નથી. ત્યારે ભારતે ફરી એકવાર આતંકવાદને લઈને પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર આકરા પ્રહારો કર્યા હતા. સુરક્ષા પરિષદ (UNSC)માં સરહદ પારના આતંકવાદને કારણે ભારતને થયેલા મોટા નુકસાનનો ઉલ્લેખ કરતા કંબોજે કહ્યું હતું કે આતંકવાદી જૂથો આપણા દેશને નિશાન બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરીને સરહદ પારથી ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરે છે. સુરક્ષા પરિષદમાં કંબોજે આજે સ્મોલ આર્મ્સ ચર્ચા કરતી વખતે તમામ દેશો સામે ટીપ્પણી કરી હતી.
પાકિસ્તાન તરફ ઈશારો કરતા તેમણે કહ્યું હતું કે આતંકવાદી જૂથો આપણી સરહદો દ્વારા હથિયારોની ગેરકાયદેસર દાણચોરી દ્વારા સરહદ પારથી આતંકવાદ અને હિંસા કરે છે, જેના કારણે દેશને ઘણું સહન કરવું પડે છે અને હવેતો આ બધામાં ડ્રોનનો ઉપયોગ પણ સામેલ કરવામાં આવ્યો છે. કંબોજે એમ પણ કહ્યું હતું કે જે રીતે આતંકવાદીઓ પાસે હથિયારો વધી રહ્યા છે તે જોઇને ખબર પડે છે કે આ કોઈ દેશના સમર્શન વિના શક્ય નથી.
ભારત આ રીતે ઘણીવાર દુનિયાના દરેક નાના-મોટા પ્લેટફોર્મ પરથી પાકિસ્તાનનો અસલી ચહેરા દુનિયાને બતેવતું રહ્યું છે. ભારતની સંપૂર્ણ ઘેરાબંધીના કારણે પાકિસ્તાન FATAની ગ્રે લિસ્ટમાં આવી ગયું. ત્યારે હવે જો પાકિસ્તાને બ્લેકલિસ્ટ થવાથી બચવું હોય તો તેને આતંકીઓ સામે કોસ્મેટિક એક્શન લેવી જ પડશે.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીના પ્રયાસો અને હમાસ ઇઝરાયલની સ્થિતિ બાદ યુએન સંગઠને સ્વીકાર્યું હતું કે આતંકવાદના કોઈપણ કૃત્યને કોઈપણ કારણોસર ન્યાયી ઠેરવી શકાય નહીં.