નવા આવકવેરા વિધેયકથી કરદાતાઓને મળશે આ અનેક રાહતો

નવી દિલ્હી : લોકસભામાં સોમવારે મંજુર થયેલા નવા આવકવેરા વિધેયકના પગલે કરદાતાને અનેક રાહતો મળશે. આ વિધેયકના અમુક જોગવાઈઓને યથાવત રાખવામાં આવી છે જયારે કેટલીક નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ નવા વિધેયકમાં ટીડીએસના દાવા માટે રિટર્ન ફાઈલ કરવાની અને તમામ નોંધાયેલા ધાર્મિક ટ્રસ્ટને અપાતા ગુપ્ત દાન પણ ટેક્સ છુટ યથાવત રાખવામાં આવી છે. જોકે, ફેબ્રુબારીમાં માસમાં રજુ કરાયેલા વિધેયકમાં આ જોગવાઈ દુર કરવાની ભલામણ કરવામાં આવી હતી.
સેટ ઓફ કરવા સંબંધિત જોગવાઈઓને સુધારવામાં આવી
નવા આવકવેરા વિધેયકમાં ઉમેરવામાં આવેલી મહત્વની જોગવાઈ મુજબ ‘વ્યવસાય’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જેમાં જે વ્યાવસાયિકોની વાર્ષિક આવક 50 કરોડ રૂપિયાથી વધુ છે તે ઇલેક્ટ્રોનિક ચુકવણી પદ્ધતિઓ અપનાવી શક શે. આ ઉપરાંત આવકના નુકસાનને આગળ વધારવા અને સેટ ઓફ કરવા સંબંધિત જોગવાઈઓને સુધારવામાં આવી છે. જયારે ટીડીએસના દાવાઓમાં સુધારાની વિગતો ફાઇલ કરવાની સમય મર્યાદા પણ ઘટાડીને બે વર્ષ કરવામાં આવી છે.જે આવકવેરા કાયદા 1961માં છ વર્ષ હતી.
ધાર્મિક ટ્રસ્ટને અપાતા ગુપ્ત દાન પર ટેક્સ છુટ યથાવત
આ ઉપરાંત નવા વિધેયકમાં તમામ નોંધાયેલા ધાર્મિક ટ્રસ્ટને અપાતા ગુપ્ત દાન પણ ટેક્સ છુટ યથાવત રાખવામાં આવી છે. જોકે, જે ધાર્મિક ટ્રસ્ટ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થા જેવા ધાર્મિક કાર્ય કરશે તેને કાયદા અનુસાર ટેક્સ લાગશે. આ
ઉપરાંત સુત્રોએ જણાવ્યું કે વિધેયકમાં ગુપ્ત દાનની જોગવાઈ સાથે જુના આવકવેરા કાયદાની જોગવાઈને એડ કરી દેવામાં આવી છે. જેમાં હવે મિશ્ર ઉદ્દેશ ઘરાવતા નોંઘાયેલા ગેર- લાભકારી સંગઠનને પણ આ છુટનો લાભ મળશે. તેની સાથે આવક શબ્દનો ઉપયોગ કરીને એનપીઓની વાસ્તવિક આવક પર ટેક્સ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જુના આવકવેરા કાયદાની આવકની વ્યાખ્યા અને નવી આવકની વ્યાખ્યા સાથે બદલી દેવામાં આવી છે.
સમય મર્યાદા બાદ પણ ટીડીએસ રિફંડ મળશે
આ ઉપરાંત આ વિધેયક એવા કરદાતાઓને રાહત આપશે જે સમય મર્યાદામાં ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે બાધ્ય ન હોવા છતાં ટીડીએસ રિફંડ લેવા ઈચ્છે છે. જયારે જુના કાયદામાં ટીડીએસ રિફંડ માટે સમય મર્યાદામાં રિટર્ન ફાઈલ કરવું જરૂરી હતું . પરંતુ સમિતિની ભલામણ પર તેમાં બદલાવ કરવામાં આવ્યો છે.
એકીકૃત પેન્શન યોજના(યુપીએસ) ધારકો માટે પણ કર છુટ
આ વિધેયકમાં એકીકૃત પેન્શન યોજના(યુપીએસ) ધારકો માટે પણ કર છુટ સબંધી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આવકવેરા તપાસમાં સામુહિક આકલનની નવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જયારે સાઉદી અરબમાં
જાહેર રોકાણ ભંડોળને મળતા કેટલાક સીધા કર લાભોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો…લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું