ભારતે સરહદ પર જ કાઉન્ટર-ડ્રોન ઓપરેશનમાં પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોન તોડી પાડયા

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકી કેમ્પોને તબાહ કર્યા હતા. જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય એર ડિફેન્સ સીસ્ટમથી તેને નાકામ બનાવવામાં આવ્યો હતો. તેની બાદ ભારતે તેનો વળતો જવાબ આપવાની શરુઆત કરી છે.
ભારતે 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા
ગુરુવારે રાત્રે પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર અલગ અલગ સ્થળોએ ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. તેની બાદ ભારતીય સેનાએ ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ વિસ્તારોમાં એક વિશાળ કાઉન્ટર-ડ્રોન ઓપરેશન દરમિયાન 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા. આ કામગીરીમાં L-70 બંદૂકો, Zu-23 mm બંદૂકો, શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય અદ્યતન કાઉન્ટર-UAS સાધનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના ચાર લડાકુ વિમાનોને તોડી પાડ્યા
ભારતે બદલો લેતા પાકિસ્તાનના ચાર લડાકુ વિમાનોને તોડી પાડ્યા. આમાં બે યુએસ-નિર્મિત F-16 અને બે ચીન-નિર્મિત JF-17નો સમાવેશ થાય છે. જેસલમેરમાં તોડી પાડવામાં આવેલા F-16 ના બે પાઇલટ અને અખનુરમાં તોડી પાડવામાં આવેલા બીજા વિમાનને સશસ્ત્ર દળોએ કસ્ટડીમાં લઈ લીધા છે.
આ પણ વાંચો…નૌકાદળનો કરાચી પોર્ટ પર હુમલોઃ નેવીનું INS VIKRANT કરાચી સહિત અન્ય શહેરો પર કાળ બની વરસ્યું