નેશનલ

ઇન્ડિયા સેમીકંડક્ટર મિશન 2.0ની જાહેરાત: સરકાર ₹ 40,000 કરોડના રોકાણ સાથે ચિપ મેન્યુફેક્ચરિંગને આપશે વેગ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં ભારતને ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવા માટે અનેક મોટી જાહેરાતો કરી છે. ઇન્ડિયા સેમીકંડક્ટર મિશન (ISM) 2.0 હેઠળ સરકાર ₹ 40,000 કરોડનું રોકાણ કરશે, જેનો મુખ્ય હેતુ દેશમાં ચિપ ડિઝાઇન, મટીરિયલ અને સપ્લાય ચેનને મજબૂત કરવાનો છે. આ સાથે જ, ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા વિદેશી ક્લાઉડ કંપનીઓને 2047 સુધી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. MSME સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ₹ 10,000 કરોડના ‘SME ગ્રોથ ફંડ’ની પણ જાહેરાત કરવામાં આવી છે, જે નાના ઉદ્યોગોને ‘ચેમ્પિયન’ બનાવવામાં મદદ કરશે.

દેશને સેમીકંડક્ટર સેક્ટરમાં આત્મિનર્ભર બનાવવા માટે સરકારે બજેટમાં એક મોટી જાહેરાત કરી છે. બજેટમાં સરકારે દેશમાં ચિપ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ડિયા સેમીકંડક્ટર મિશન ૨.૦ની શરૂઆતની જાહેરાત કરી છે. જેમાં હાઇ-ટેક કમ્પોનેન્ટ્સના ઉત્પાદન માટે જરૂરી સાધનો, મટીરિયલ, સ્વદેશી ડિઝાઇન અને અન્ય કમ્પોનેન્ટ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : બજેટ 2026: સીસીયુએસ ટેક્નોલોજી માટે ₹ 20,000 કરોડની ફાળવણી અને મંદિર શહેરોના વિકાસ પર ભાર

નાણાં પ્રધાને જણાવ્યું કે ઇન્ડિયા સેમીકંડક્ટર મિશન(આઇએસએમ) ૧.૦એ ભારતના સેમીકંડક્ટર સેક્ટરની ક્ષમતાઓનો વિસ્તાર કર્યો છે. આના આધારે આગળ વધતા અમે ઇક્વિપમેન્ટ અને મટીરિયલ બનાવવા, ફુલસ્ટેક ઇન્ડિયન આઇપી ડિઝાઇન કરવા અને સપ્લાઇ ચેનને મજબૂત બનાવવા માટે આઇએસએમ ૨.૦ લોન્ચ કરીશું. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ(ઇસીએમએસ)ને મળેલા પ્રતિસાદથી ઉત્સાહિત થઇને સીતારમણે તેનું બજેટ વધારીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કર્યું છે.

સીતારમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને એપ્રિલ ૨૦૨૫માં ૨૨,૯૧૯ કરોડ રૂપિયાના ખર્ચ સાથે લોન્ચ કરવામાં આવી હતી. જેમાં પહેલાથી જ લક્ષ્ય કરતાં બમણું રોકાણ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ ગતિનો લાભ લેવા માટે અમે ખર્ચ વધારીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ.

આ પણ વાંચો : બજેટ 2026: આગામી 10 વર્ષમાં 120 નવા શહેરમાં શરૂ થશે હવાઈ સેવા, જાણો ‘UDAN’ યોજનાનો માસ્ટર પ્લાન

ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ(ઇએમએસ) પ્રદાતાઓએ સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે. બ્રોડબેન્ડ ગિયર બનાવતી કંપની જીએક્સ ગ્રુપના સીઇઓ પરિતોષ પ્રજાપતિએ કહ્યું કે ઇસીએમએસ ખર્ચમાં વધારો એ વાતનો સંકેત છે કે ઇસીએમએસ પોલિસી ઉદ્દેશ્યથી આગળ વધીને ખરેખર જમીન પર અમલમાં મૂકાઇ છે.

સરકારના નીતિગત પગલાંને કારણે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં અનેકગણી વૃદ્ધિ થઇ છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ ફર્મ ડીબીજીના ડિરેક્ટર અભિષેક ગર્ગે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ, કૌશલ્ય વિકાસ અને લક્ષિત રોકાણ પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વેલ્યુ ચેનમાં મલ્ટીપ્લાયર અસર થશે.

આ પણ વાંચો : બજેટ 2026: સીસીયુએસ ટેક્નોલોજી માટે ₹ 20,000 કરોડની ફાળવણી અને મંદિર શહેરોના વિકાસ પર ભાર

વિદેશી ક્લાઉડ કંપનીઓને 2047 સુધી ટેક્સમાં છૂટ

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2026માં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી હતી. તેમના બજેટ ભાષણ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વિદેશી ક્લાઉડ સેવા આપતી વિદેશી કંપનીઓ ભારતના ડેટા સેન્ટરો મારફતે વિશ્વભરના ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે અને તેમને વર્ષ 2047 સુધી સંપૂર્ણ કર મુક્તિ આપવામાં આવશે. આનો અર્થ એ છે કે કંપનીઓએ આગામી 21 વર્ષ સુધી કર ચૂકવવો પડશે નહીં. દેશમાં ડેટા સેન્ટરો અને ક્લાઉડ સેવાઓમાં રોકાણ વધારવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દરખાસ્તનો સીધો અર્થ એ છે કે માઇક્રોસોફ્ટ, ગૂગલ અને અમેઝોન જેવી વૈશ્વિક ક્લાઉડ કંપનીઓએ તેમની ક્લાઉડ સેવાઓ ભારતીય ડેટા સેન્ટરોમાંથી ચલાવવાની રહેશે અને તેને તેમને કોઈ ભારતીય કંપનીના માધ્યમથી પ્રદાન કરવી પડશે.

નાણાં પ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું કે વિદેશી કંપનીઓએ ભારતીય ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા માટે ભારતીય રિસેલર અથવા ભાગીદાર મારફતે કામ કરવું પડશે. વધુમાં જો ડેટા સેન્ટર સેવા આપનારી કંપની એ જ જૂથ સાથે જોડાયેલી હોય તો ખર્ચના 15 ટકાનો ‘સેફ હાર્બર’ નિયમ લાગુ થશે, જે મહત્તમ 2,000 કરોડ રૂપિયા સુધીનો હશે. ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વૈશ્વિક ચર્ચામાં કેન્દ્રસ્થાને આવવા માટે તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો : ફેક્ટ હોય તો સામે રાખો નહીં તોઃ નિર્મલા સીતારમણ હુલ ગાંધી પર થયા લાલઘૂમ, શું કહ્યું જાણો

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું: “મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ બનાવવાની અને ડેટા સેન્ટરોમાં રોકાણ વધારવાની જરૂરિયાતને ઓળખીને હું ભારતની ડેટા સેન્ટર સેવાઓનો ઉપયોગ કરીને વૈશ્વિકસ્તરે ગ્રાહકોને ક્લાઉડ સેવાઓ પૂરી પાડતી કોઈપણ વિદેશી કંપનીને 2047 સુધી ટેક્સ છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકું છું.” એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ ચુકવણીઓ વધવા સાથે ડેટા સેન્ટર્સ રસ્તાઓ અને પાવર પ્લાન્ટ્સ જેટલા જ મહત્વપૂર્ણ બની રહ્યા છે, જે ભારતના ડિજિટલ અર્થતંત્રની કરોડરજ્જુ બની રહ્યા છે.

એમએસએમઇને ચેમ્પિયન બનાવવા માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત

નાણા પ્રધાન સીતારમણે એમએસએમઇને ‘ચેમ્પિયન’ તરીકે વિકાસ કરવામાં મદદ કરવા માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના સમર્પિત ભંડોળ સહિત ત્રણ-સ્તરીય વ્યૂહરચનાનો પ્રસ્તાવ મૂક્યો. તેમના બજેટ ભાષણમાં, સીતારમણે કહ્યું કે મોદી સરકારે રોજગારીનું સર્જન, ઉત્પાદકતા વધારવા અને વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાપક આર્થિક સુધારા હાથ ધર્યા છે.

“રિફોર્મ એક્સપ્રેસ” તેના માર્ગે છે અને “આપણા કર્તવ્ય” ને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે તેની ગતિ જાળવી રાખશે, એમ તેમણે નવનિર્મિત કર્તવ્ય ભવનમાં તૈયાર કરાયેલ પ્રથમ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું. અગાઉ, બજેટ નોર્થ બ્લોકમાં તૈયાર કરવામાં આવતું હતું.

સીતારમણે કહ્યું, “આપણે ત્રણ કર્તવ્ય : આર્થિક વિકાસને વેગ આપો અને ટકાવી રાખો, આકાંક્ષાઓ પૂર્ણ કરો અને ક્ષમતાનું નિર્માણ કરો, અને સબકા સાથ, સબકા વિકાસથી પ્રેરિત છીએ”.

આ પણ વાંચો : પીએમ મોદીએ ડેરા સચખંડ બલ્લાનની મુલાકાત લીધી, આદમપુર એરપોર્ટનું નામ શ્રી ગુરુ રવિદાસ એરપોર્ટ રાખ્યું

“હું એમએસએમઇને ભવિષ્યના ચેમ્પિયન બનાવવા માટે, પસંદગીના માપદંડોના આધારે સાહસોને પ્રોત્સાહન આપવા માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું સમર્પિત એસએમઇ ગ્રોથ ફંડ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકું છું,” એમ તેમણે કહ્યું.

આર્થિક વિકાસને વેગ આપવા અને ટકાવી રાખવાના પ્રથમ કાર્ય હેઠળ, તેમણે ‘ચેમ્પિયન એમએસએમઇ’ બનાવવા સહિત છ ક્ષેત્રમાં હસ્તક્ષેપોનો પ્રસ્તાવ મૂક્યો. એમએસએમઇને વૃદ્ધિના મહત્વપૂર્ણ એન્જિન તરીકે ઓળખતા, સીતારમણે એમએસએમઇને ‘ચેમ્પિયન’ તરીકે વિકાસ કરવામાં મદદ કરવા માટે ત્રણ-પાંખિયા અભિગમ – ઇક્વિટી સપોર્ટ, લિક્વિડિટી સપોર્ટ અને પ્રોફેશનલ સપોર્ટની રૂપરેખા આપી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button