નેશનલ

ભારતના ઓપરેશન પછી પાકિસ્તાની સાંસદ રડ્યા, જુઓ વાઈરલ વીડિયો…

ઈસ્લામાબાદઃ ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા માટે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરતા પાકિસ્તાન ફફડી ગયું છે. ગભરાટમાં આવીને પાકિસ્તાને ઘણા ભારતીય ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ પછી પાકિસ્તાનમાં હંગામો મચી ગયો. પાકિસ્તાનની આર્મી અને આઈએસઆઈની ઊંઘ હરામ થઈ ગઈ છે, ત્યારે સંસદમાં ચર્ચા-સત્ર વખતે પાકિસ્તાનના સાંસદ રડી પડ્યા હતા.

હવે પાકિસ્તાનની સંસદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાંસદ રડતા રડતા કહેતા જોવા મળે છે કે અલ્લાહ હવે પાકિસ્તાનની રક્ષા કરો. પાકિસ્તાની સાંસદ તાહિર ઇકબાલે સંસદમાં કહ્યું હતું કે હું બધા સાંસદોને અપીલ કરું છું કે આપણે બધાએ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, અમે તમારી આગળ માથું નમાવીએ છીએ, કૃપા કરીને આ દેશનું રક્ષણ કરજો.

તમારી જાણ ખાતર જણાવીએ કે આ સાંસદ પાકિસ્તાનની સેનાના પૂર્વ મેજર રહી ચૂક્યા છે. સાંસદનું નામ તાહિર ઈકબાલ છે. ઈકબાલ રડી પડ્યા પછી તેમનો વીડિયો પણ વાઈરલ થયો છે. વીડિયોમાં રડતા રડતા ઈકબાલે પાકિસ્તાનના શાસકોને અનેક ભલામણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે યા ખુદા આજ બચા લો. દુઆ કરતે હૈ કિ અલ્લાહ હમાર મુત્કલની હિફાજત કરે ઔર હમે આપસ મૈં જોડકર રખે. આ વીડિયો વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી.

છેલ્લા બે દિવસથી પાકિસ્તાન પર ભારતે હુમલો કરીને પાકિસ્તાનની શાસકોની ઊંઘ હરામ કરી નાખી છે. મંગળવારે મધરાતના એક વાગ્યાથી દોઢ વાગ્યા પછી પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હુમલો કર્યો હતો., ત્યારબાદ આજે લાહોર, રાવલપિંડી સહિત પંદર શહેરમાં ડ્રોનથી હુમલો કર્યો હતો. ભારતે આજે લાહોરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button