નેશનલ

ભારતના પૂર્વોત્તર રાજ્યો અંગે બાંગ્લાદેશના નિવેદનનો ભારતે વળતો જવાબ આપ્યો

નવી દિલ્હી: ગત વર્ષે બાંગ્લાદેશમાં મચેલી આરાજકતા દરમિયાન હિંદુ સમુદાય પર હુમલા બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધો (Indian Bangladesh) બગડ્યા છે.

એવામાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ(Muhammad Yunus)એ ભારતના પૂર્વોત્તર રાજ્યો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. યુનુસે ભારતબ પૂર્વોત્તર રાજ્યોને (North East India) લેન્ડલોક ગણાવ્યા હતાં. હવે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે (S Jaishankar) બાંગ્લાદેશને વળતો જવાબ આપ્યો છે.

આપણ વાંચો: ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે ચીન બાંગ્લાદેશની નજીક આવી રહ્યું છે? યુનુસ અને જિનપિંગ સાથે થઈ બેઠક…

મુહમ્મદ યુનુસે એક નિવેદનમાં કહ્યું હતું કે બાંગ્લાદેશ ભારતના પૂર્વોત્તર માટે દરિયાઈ માર્ગનો સંરક્ષક છે. એસ જયશંકરે બાંગ્લાદેશના બાંગ્લાદેશને જવાબ આપ્યો છે. તેમણે આવા દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. એસ જયશંકરે કહ્યું કે ભારત માને છે કે સહયોગ એક સંકલિત અભિગમ છે, ન કે કોઈ એકની પસંદગી છે.

જય શંકરે કહ્યું કે ભારત પાસે બંગાળની ખાડીમાં 65,000 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. ભારત BIMSTECના પાંચ સભ્ય દેશો સાથે સરહદો વહેંચે છે, ભારત BIMSTEC ક્ષેત્ર માટે એક મુખ્ય કનેક્ટિવિટી હબ છે. આપણો ઉત્તર-પૂર્વ ક્ષેત્ર ખાસ કરીને BIMSTEC માટે કનેક્ટિવિટી હબ બની રહ્યો છે. આ અંતર્ગત, રસ્તાઓ, રેલ્વે, જળમાર્ગો અને પાઇપલાઇન્સનું વિશાળ નેટવર્ક વિકસાવવામાં આવી રહ્યું છે.

આપણ વાંચો: ભારતનો બાંગ્લાદેશને સ્પષ્ટ જવાબ; વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક નહીં થાય

મોહમ્મદ યુનુસે શું કહ્યું?

બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારતના સાર્વભૌમ પ્રદેશને ચીની અર્થતંત્રનો ભાગ ગણાવ્યો હતો અને બેઇજિંગને તેનો કબજો લેવા વિનંતી કરી હતાં. દરમિયાન, બાંગ્લાદેશે ચીનને તિસ્તા જળ વ્યવસ્થાપન પ્રોજેક્ટનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.

ત્રિપુરાના નેતાનો બાંગ્લાદેશને જવાબ:

બાંગ્લાદેશને જવાબ આપતા ત્રિપુરાના બીજા સૌથી મોટા પક્ષ ટિપ્રા મોથાના સ્થાપક પ્રગોત માણિક્યએ બાંગ્લાદેશના પ્રદેશો પર કબજો કરવાની વાત કરી.

રાજ્યના ભૂતપૂર્વ રાજવી પરિવારના સભ્ય પ્રગોત માણિક્યએ X પરની એક પોસ્ટમાં લખ્યું કે ઉત્તરપૂર્વીય રાજ્યો પર ભૌતિક નિયંત્રણ સ્થાપિત કરવા, સંચાર સ્થાપિત કરવા અને જાળવી રાખવા માટે અબજો ખર્ચ કરવાને બદલે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશના એ ભાગો પર નિયંત્રણ મેળવવું જોઈએ જે હંમેશા ભારતનો ભાગ બનવા માંગતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button