નવી દિલ્હી: યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટ(US state department) દ્વારાજાહેર કરવામાં આવેલા ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ રીપોર્ટ 2023માં ભારતમાં ધાર્મિક આધાર પર વધી રહેલા ભેદભાવ અને નફરત અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના આ રીપોર્ટને નકારી કાઢવામાં આવ્યો અને તેની ટીકા કરી છે, વિદેશ મંત્રાલયે આ રીપોર્ટને પક્ષપાતી અને ભારતની સામાજિક ગતિશીલતાની સાચી વિષે ઓછી સમજણ ધરવતો ગણાવ્યો છે.
અહેવાલના જવાબમાં, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ રીપોર્ટ 2023ની નોંધ લીધી છે. ભૂતકાળની જેમ, આ અહેવાલ ઊંડો પક્ષપાતી છે, તેમાં ભારતના સામાજિક સંબંધો વિષે સમજનો અભાવ જોવા મળે છે, અમે તેને નકારીએ છીએ.”
વિદેશ મંત્રાલયે અહેવાલની ટીકા કરી હતી, મંત્રાલયે કહ્યું કે રીપોર્ટમાં “અનુમાન, ખોટી રજૂઆત, તથ્યોનો પસંદગીયુક્ત ઉપયોગ, પક્ષપાતી સ્ત્રોતો પર નિર્ભરતા અને મુદ્દાઓના એક તરફી સ્વીકાર્ય”નું મિશ્રણ છે.
આ પણ વાંચો : Emergency at ISS: સુનિતા વિલિયમ્સને સ્ટારલાઇનરના કેપ્સ્યુલમાં આશ્રય લેવાની ફરજ પડી
રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે આ અહેવાલ ભારતની બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓને ખોટી રીતે રજૂ કરે છે, પૂર્વ-કલ્પિત વાતો પ્રોત્સાહન આપવા ઘટનાઓને પસંદગીયુક્ત હાઈલાઈટ કરે છે અને ભારતની કાયદાકીય પ્રક્રિયા પર સવાલ ઉઠાવે છે.
રણધીર જયસ્વાલે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે માનવ અધિકાર અને વિવિધતા માટેનું સન્માન ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે થતી ચર્ચાના વિષયો છે. તેમણે હેટ ક્રાઈમ, ભારતીય નાગરિકો અને યુ.એસ.માં અન્ય લઘુમતીઓ પરના વંશીય હુમલાઓ તેમજ તોડફોડ અને પૂજા સ્થાનોને નિશાન બનાવવાના મુદ્દાઓને સંબોધવા માટે ભારતના ચાલુ પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ભારતની આંતરિક બાબતોમાં વિદેશી દખલગીરી ન કરવા ચેતવણી આપી હતી.
જયસ્વાલે કહ્યું “2023 માં, યુ.એસ.માં અધિકૃત રીતે અસંખ્ય મામલા નોંધાયા છે જેમાં ભારતીય નાગરિકો અને અન્ય લઘુમતીઓ પરના વંશીય હુમલાઓ થયા હોય, તોડફોડ થઇ હોય અને પૂજા સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હોય, વિદેશમાં ઉગ્રવાદ અને આતંકવાદના હિમાયતીઓ સમર્થન અપાતું હોય.”