ટોપ ન્યૂઝનેશનલ

બેટી બચાવો…ની આ છે વાસ્તવિકતા, ગર્ભાવસ્થા દરમિયાન 24000 માતાઓના મૃત્યુ…

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારના બેટી બચાવો બેટી પઢાઓના નારાથી વિપરીત ભારતમાં 2020માં ગર્ભાવસ્થા દરમિયાન 24000 સગર્ભા માતાના મૃત્ચુ થયા હતા. જે વૈશ્વિક માતા મૃત્યુ દરના 8.3 ટકા હતા તેમ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અહેવાલમાં જણાવાયું છે. સૌથી ખરાબ વાત એ છે કે ભારતને આ અહેવાલમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને ઇથોપિયા જેવા આફ્રિકન દેશો સાથે બ્રેકેટમાં મૂકવામાં આવ્યું છે.

WHO ના અહેવાલ મુજબ, વર્ષ 2000માં 15 થી 49 વર્ષની વય જૂથમાં 1,000 સ્ત્રીઓ દીઠ સામાન્ય પ્રજનન દર (GFR) 110 હતો, જે 2005 માં ઘટીને 100 થયો હતો. 2010માં વધુ ઘટીને 80 થયો અને 2015માં વધુ ઘટીને 70 થયો અને પછી 2020માં ઘટીને 60 થયો હતો.

WHO ના અહેવાલ મુજબ, 2020માં સૌથી વધુ માતા મૃત્યુ દર ધરાવતા ત્રણ અન્ય દેશોમાં પણ 10,000 થી વધુ માતા મૃત્યુ નોંધાયા હતા. ભારતમાં 24,000 (8.3%), ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) માં 22,000 (7.5%) અને ઇથોપિયામાં 10,000 (3.6%) માતા મૃત્યુ થયા હતા. નાઇજીરીયામાં માતા મૃત્યુની સૌથી વધુ અંદાજિત સંખ્યા હતી, જે 2020 માં અંદાજિત વૈશ્વિક માતૃત્વ મૃત્યુના એક ચતુર્થાંશ (28.5%) થી વધુ હતી.

Also read : કોણ છે એ 6 મહિલાઓ? કે જેણે સંભાળી PM મોદીનાં સોશિયલ મીડિયાની કમાન

WHO ના અહેવાલમાં માતૃત્વ મૃત્યુ દરના ચાર મુખ્ય કારણો જવાબદાર છે.

  1. આરોગ્ય પ્રણાલીની નિષ્ફળતાઃ જેનો અર્થ થાય છે – (a) આરોગ્ય સંભાળ સુવિધા સુધી પહોંચ્યા પછી સંભાળ મેળવવામાં અને સંભાળ મેળવવામાં વિલંબ, (b) સંભાળની નબળી ગુણવત્તા, (c) આવશ્યક તબીબી પુરવઠાની અછત અને (d) આરોગ્ય પ્રણાલીઓની નબળી જવાબદારી
  2. સામાજિક નિર્ણાયકોઃ જેમાં આવક, શિક્ષણની પહોંચ, જાતિ અને વંશીયતાનો સમાવેશ થાય છે. ડે કેટલીક વસ્તીઓને વધુ જોખમમાં મૂકે છે.
  3. લિંગ ધોરણો, પૂર્વગ્રહો અને અસમાનતાઓ પણ મહિલાઓના અધિકારોને ઓછી પ્રાથમિકતા આપે છે. જેમાં સલામત, ગુણવત્તાયુક્ત અને સસ્તું જાતીય તથા પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓનો અધિકાર સામેલ છે.
  4. અસ્થિરતા અને આરોગ્ય પ્રણાલીની નાજુકતામાં ફાળો આપતા બાહ્ય પરિબળો, જેમ કે વાતાવરણ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

Also read : International Women’s Day: મોદી સરકારની મહત્વકાંક્ષી 10 યોજના જેણે બદલ્યું મહિલાઓનું જીવન…

મહારાષ્ટ્રનું 2025નું આર્થિક સર્વેક્ષણ 7 માર્ચે રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રકાશિત થયેલી વિગત પ્રમાણે, 2011 ની વસ્તી ગણતરીના અંદાજો મુજબ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનો તુલનાત્મક લિંગ ગુણોત્તર, જે 1961માં 936 હતો, 2023-24 સુધીમાં નજીવો ઘટાડો થયો છે અને 929 થયો છે.

જોકે, આર્થિક સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે મહિલાઓમાં આયુષ્ય જે 2011-15માં 73.9% હતું, તે 2016-2020માં વધીને 74.9% થયું હતું, તે 2021-2025માં નજીવું વધીને 75.9% થયું છે. જે 2026-2030માં વધીને 76.7% અને 2031-35 સુધીમાં વધીને 77.5% થવાની ધારણા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button