નેશનલ

આરબીઆઈના એકશનથી રૂપિયામાં મજબૂતી, 91ની પાર પહોંચેલો રૂપિયો 89 પર આવ્યો

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ત્યારે આરબીઆઈની દરમિયાનગીરીથી રૂપિયાના અવમુલ્યનમાં ઘટાડો થયો છે. જેમાં સપ્તાહની શરુઆત ડોલર સામે રૂપિયો 91 રૂપિયા સુધી પહોંચ્યો હતો જે સપ્તાહના અંતે ઘટીને 89 રૂપિયાએ સ્થિર રહ્યો છે. રૂપિયાના અવમુલ્યનનું કારણ મોંઘી આયાત, વધતો ફુગાવા અને નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાના સંકેત આપતો હતો. જોકે, આરબીઆઈના એક્શનથી ડોલર સામે રૂપિયાનું અવમુલ્યન અટક્યું છે.

છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂપિયામાં મજબૂતી જોવા મળી

આરબીઆઈની દરમિયાનગીરીથી અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂપિયામાં મજબૂતી જોવા મળી છે. જે ડોલર સામે લગભગ 2 ટકા મજબૂત થયો. આ છેલ્લા ત્રણ વર્ષમાં એક દિવસમાં સૌથી મોટી રિકવરી માનવામાં આવે છે. શુક્રવારે, રૂપિયો 89.27 પર બંધ થયો જે પાછલા દિવસની સરખામણીમાં 1.1 ટકા નો નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે.

આરબીઆઈએ મોટી માત્રામાં ડોલર વેચ્યા હતા

જોકે, ડોલર વિરુદ્ધ રૂપિયાને મજબુત કરવા માટે આરબીઆઈએ મોટી માત્રામાં ડોલર વેચ્યા હતા. જેનાથી બજારના સ્પષ્ટ સંદેશ ગયો કે રૂપિયા વિરુદ્ધ એકતરફી ઘટાડો શક્ય નથી. જેના લીધે માત્ર ત્રણ મિનીટમાં રૂપિયો 89. 25ની સપાટીએ આવ્યો હતો. આરબીઆઈનો ઉદ્દેશ સતત તૂટતા રૂપિયાના વલણને અટકાવવાનો હતો. જેમાં આરબીઆઈએ બુધવારે આ પ્રકિયા શરુ કરી અને શુક્રવારે તેની અસર જોવા મળી.

આ દરમિયાન આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાનું નિવેદન પણ મહત્વપૂર્ણ હતું કે બેંકે રૂપિયા માટે કોઈ નિશ્ચિત લક્ષ્ય સ્તર નક્કી કર્યું નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જો જરૂરી હોય તો આરબીઆઈ બજારમાં હસ્તક્ષેપ કરશે.

વિદેશી રોકાણકારોના વલણમાં પરિવર્તન

વિદેશી રોકાણકારોના વલણમાં પરિવર્તન પણ રૂપિયાની મજબૂતાઈમાં એક મહત્વપૂર્ણ પરિબળ હતું. લાંબા સમયથી વેચાણકર્તા રહેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફરી એકવાર ભારતીય શેરબજારમાં ખરીદી કરી છે. જેને અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. ભવિષ્ય અંગે, બજાર વિશ્લેષકો માને છે કે આરબીઆઈની દરમિયાનગીરીના લીધે ભવિષ્યમાં રૂપિયામાં થોડી અસ્થિરતા જોવા મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો…રિઝર્વ બૅન્કના સંભવિત આક્રમક હસ્તક્ષેપ સાથે ડૉલર સામે રૂપિયામાં પંચાવન પૈસાનું બાઉન્સબૅક

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button