ભારત-પાકિસ્તાનના ભણકારા વચ્ચે ડોભાલે 24 કલાકમાં બીજી વખત પીએમ મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ મોદી સરકાર આંતકવાદ સામે આકરી કાર્યવાહી કરવાની રણનીતિ તૈયાર કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હુમલા બાદ સતત ઉચ્ચ સ્તરીય બઠક કરી રહ્યા છે. આ દરમિયાન એનએએ અજીત ડોભાલે પીએમ મોદી સાથે 24 કલાકમાં બીજી વખત મુલાકાત કરી હતી. જેને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે.
ગત દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, એનએસએ ડોભાલ, વાયુસેના, આર્મી ચીફ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી છે. જેનાથી આતંકીઓ સામે ભારત સરકાર મોટી કાર્યવાહી કરશે તેવી અટકળો વહેતી થઈ છે.
તાજેતરમાં પાકિસ્તાનના સરંક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, ભારત ગમે ત્યારે LOC પર મિલિટ્રી સ્ટ્રાઈક કરી શકે છે. ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે, ભારત LOC પર કોઈ પણ પોઈન્ટ પર હુમલો કરી શકે તેવા સમાચાર છે. પાકિસ્તાન તેનો જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનનના વડા પ્રધાન શહબાઝ શરીફે પહલગામ હુમલાની આતંરરાષ્ટ્રીય તપાસની માગ કરી છે.
ખ્વાજા આસિફે આગળ કહ્યું કે,’આ તપાસથી એ ખુલાસો થઈ જશે કે ભારત ખુદ અથવા કોઈ આંતરિક જૂથ આ હુમલામાં સામેલ હતું અને તેનાથી નવી દિલ્હીના પાયાવિહોણા આરોપો પાછળનું સત્ય બહાર આવશે.
કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ 26 સહેલાણીઓની ગોળી મારીને હત્યા કરી હતી. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. વડા પ્રધાન મોદી તથા કેન્દ્રીય નેતાઓએ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપીશું તેવી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે સિંધુ જળ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વિઝા રદ, એરસ્પેસ તથા વેપાર બંધ કરવા જેવા અનેક નિર્ણયો લીધા છે.
આ પણ વાંચો…ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રિલ પહેલાં ગૃહ મંત્રાલયે બોલાવી મહત્ત્વની બેઠક…