
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલાની કોશિશ કરી રહ્યું છે, બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શંકા સેવાઈ રહી હતી. એવામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે.

અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન બંને દેશ યુદ્ધ વિરામ માટે સહમત થઇ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધવિરામ માટે સહમત થયા છે.
એક અહેવાલ મુજબ ટ્રમ્પના આ નિવેદનની ભારત સરકારના ટોચના સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ટ્રુથ સોશિયલ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “અમેરિકાએ રાતભર મધ્યસ્થી માટે વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.”