નેશનલ

ઓમાર અબ્દુલ્લા અને અખિલેશ યાદવે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું; જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારત અને પાકિસ્તાન અમેરિકાની મધ્યસ્થી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ભારત અને પાકિસ્તાનની સરકારોએ 12મી મે સુધી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ યુદ્ધવિરામ કરાર અંગે ઘણા નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમાર અબ્દુલ્લા (Omar Abdullah) અને સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ(Akhilesh Yadav)એ યુદ્ધવિરામ અંગે પ્રતિક્રિયા આપી છે.

ઓમર અબ્દુલ્લાએ યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, “યુદ્ધવિરામના નિર્ણયને હું મારા દિલથી આવકારું છું. અંતે, પાકિસ્તાનના ડીજીએમઓએ ફોન ઉપાડ્યો અને આપણા ડીજીએમઓ સાથે વાત કરી. દેર આયે દુરસ્ત આયે.”

લોકોને રાહત મળશે:
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીર સરકારની જવાબદારી છે કે જ્યાં પણ નુકસાન થયું છે, તેનંદ નિરીક્ષણ કરે. ચાલો આપણે તે નુકસાનની ભરપાઈ કરીએ. જ્યાં પણ લોકો ઘાયલ થયા છે, તેમની યોગ્ય સારવાર થવી જોઈએ. તેમને પણ સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને રાહત આપીએ.”

તેમણે કહ્યું “ગોળીબારથી પૂંછમાં ઘણું નુકસાન થયું છે. રાજૌરી અને કંદહારમાં પણ ઘણું નુકસાન થયું છે. અધિકારીઓ નુકસાનની તપાસ કરી રહ્યા છે. એરપોર્ટ બંધ છે, અમને આશા છે કે યુદ્ધવિરામ પછી એરપોર્ટ ટૂંક સમયમાં ખુલશે. લોકો હજ માટે જઈ શકશે.”

અખિલેશ યાદવે યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું:
સપાના વડા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે X પર પોસ્ટ કરી અને લખ્યું, “શાંતિ સર્વોપરી છે અને સાર્વભૌમત્વ પણ એટલું જ મહત્વનું છે!”

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અખિલેશ યાદવે અગાઉ પણ ભારત સરકારનું સમર્થન આપ્યું હતું . સમાજવાદી પાર્ટીના વડાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આતંકવાદ સામેની કાર્યવાહી અંગે અમે સરકારની સાથે છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button