ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમમાં નવા ફેરફારો, યુઝર્સને થશે મોટો ફાયદો…

મુંબઇ : દેશના સતત વધી રહેલા ડિજિટલ વ્યવહારોમાં યુપીઆઇ પેમેન્ટની પ્રમુખ ભૂમિકા રહી છે. ત્યારે હવે યુપીઆઇમાં મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. જેમાં હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ના સર્કુલર અનુસાર ચેકિંગ ટ્રાન્જેક્શન સ્ટેટસ અને ટ્રાન્જેક્શન રિવર્સલ માટે રિસ્પોન્સ ટાઇમ 30 સેકન્ડથી ઘટાડીને 10 સેકન્ડ કરવામાં આવ્યો છે. તેમજ વેલિડેટ એડ્રેસ યુપીઆઈ એપીઆઈ માટે રિસ્પોન્સ ટાઇમ 15 સેકન્ડથી ઘટાડીને 10 સેકન્ડ કરવામાં આવ્યો છે.

યુઝર્સને સારો ટ્રાન્ઝેક્શન અનુભવ થશે
યુપીઆઇમાં નવા ફેરફારથી ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સની સાથે સાથે રીમિટર બેંકો, લાભાર્થી બેંકોને પણ ફાયદો થશે. આ બદલાવના લીધે યુપીઆઆઇ યુઝર્સને પહેલા કરતાં સારો ટ્રાન્ઝેક્શન અનુભવ થશે. આ ઉપરાંત નિષ્ફળ ટ્રાન્ઝેક્શનને રિવર્સ કરવા અને પેમેન્ટ સ્ટેટ્સ જોવા માટેનો ટર્ન અરાઉન્ડ સમય હવે નોંધપાત્ર રીતે ઓછો થઈ જશે. આ માટે યુઝર્સને પહેલા 30 સેકન્ડ રાહ જોવી પડતી હતી. પરંતુ હવે આ કાર્ય ફક્ત 10 સેકન્ડમાં થઈ જશે.

ઓટોપે મેન્ડેટ અમલીકરણમાં ફેરફારો જોવા મળશે
21 મે 2025 ના પરિપત્ર અનુસાર યુપીઆઇ સિસ્ટમ ઓગસ્ટથી બીજા અન્ય મોટા ફેરફારો લાગુ કરવા માટે તૈયાર છે. પરિપત્રમાં જણાવાયું છે કે જાહેર ક્ષેત્રની બેંકો અને/અથવા હસ્તગત કરતી બેંકો ખાતરી કરશે કે યુપીઆઇને મોકલવામાં આવેલી બધી એપીઆઇ રિકવેસ્ટના યોગ્ય ઉપયોગ માટે નિરીક્ષણ અને નિયંત્રણ કરવામાં આવે. નવી માર્ગદર્શિકાના અમલીકરણ પછી બેલેન્સ પૂછપરછ એકાઉન્ટ યાદી અને ઓટોપે મેન્ડેટ અમલીકરણમાં ફેરફારો જોવા મળશે.

આપણ વાંચો : UPI Transcation : NPCI એ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે ને આપી આ મોટી રાહત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button