નેશનલ

National Space Day: વિક્રમ અને પ્રજ્ઞાને આજે રચ્યો હતો ઈતિહાસ, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રથમ ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ (National Space Day)પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ આપણા અંતરિક્ષ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરવાનો દિવસ છે. ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરે ગત વર્ષ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ આ દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ એક વીડિયો પણ શેર કર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમારી સરકારે અવકાશ ક્ષેત્રને લગતા ઘણા મહત્વના નિર્ણયો લીધા છે અને અમે આવનારા સમયમાં વધુ નિર્ણયો લેવા જઈ રહ્યા છીએ. આની સાથે પીએમ મોદીએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરી રહ્યું છે.

શું છે રાષ્ટ્રીય અવકાશ દિવસનું મહત્વ ?

અવકાશ ક્ષેત્રે અને સંશોધનમાં ભારતની વધતી જતી પ્રગતિને ધ્યાનમાં રાખીને નેશનલ સ્પેસ ડેની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસે લોકો અવકાશ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભુત્વની ઉજવણી કરે છે. ચંદ્રયાન-3ની સફળતાએ ભારતને વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન અપાવ્યું છે. આ મિશન ઇસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના સમર્પણ અને સખત પરિશ્રમનું પરિણામ છે. નેશનલ સ્પેસ ડે પર આ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરવામાં આવે છે.

અવકાશ મિશનમાં યોગદાન માટે યુવાનોને પ્રેરણા

તેમજ ભારતની આવનારી પેઢીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં કારકિર્દી બનાવવા અને ભારતના ભાવિ અવકાશ મિશનમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપવા 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો