ભારતનો મોસ્ટ વોન્ટેડ હથિયાર સપ્લાયર સલીમ પિસ્ટલ ઝડપાયો, આઈએસઆઈ અને ડી ગેંગ સાથે કનેક્શન

નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને એક મોટી સફળતા મળી છે. જેમાં ભારતમાં ગેરકાયદે હથિયારના સૌથી મોટો સપ્લાયર સલીમ પિસ્ટલ નેપાળથી ઝડપાયો છે. આ ઓપરેશન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને સુરક્ષા એજન્સીઓએ સાથે મળીને પાર પાડ્યું છે. સુરક્ષા એજન્સીઓએ એ બાબતના પુરાવા મળ્યા હતા કે સલીમનું પાકિસ્તાન આઈએસએસ એન દાઉદ ઇબ્રાહિમની ડી ગેંગ સાથે કનેકશન છે.

ગેંગસ્ટરોને પાકિસ્તાનથી આવેલા હથિયારો સપ્લાય કરતો
દિલ્હી પોલીસે ઝડપેલા મોસ્ટ વોન્ટેડ આરોપી સલીમ પિસ્ટલ અનેક ગુનાહિત પ્રવુતિમાં સંકળાયેલો છે. તેમજ તે લોરેન્સ બિશ્નોઈ, હાશિમ બાબા જેવા મોટા ગેંગસ્ટરોને પાકિસ્તાનથી આવેલા હથિયારો સપ્લાય કરતો હતો. તેમજ બહુચર્ચિત સિધ્ધુ મુસેવાલા હત્યાના આરોપીનો ગુરુ પણ છે.
ઈનપુટના આધારે નેપાળથી ધરપકડ
સલીમની દિલ્હી પોલીસે આ પૂર્વે વર્ષ 2018માં ધરપકડ કરી હતી. જોકે, તેની બાદ તે વિદેશ નાસી છુટ્યો હતો. જયારે હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ઇનપુટ મળ્યા હતા કે તે નેપાળમાં છુપાયો છે. આ ઈનપુટના આધારે સુરક્ષા એજન્સીઓને સાથે રાખીને તેની નેપાળમાંથી ધરપકડ કરી હતી.
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં નામ ચર્ચામાં
આ ઉપરાંત સલીમનું નામ બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ચર્ચામાં આવ્યું હતું. સલીમ દિલ્હીના સીલમપુર વિસ્તારનો રહેવાસી છે. તેનું સમગ્ર નેટવર્ક ભારત અને પાકિસ્તાન વચ્ચે ફેલાયેલું છે. સલીમે આઠમાં ધોરણથી અભ્યાસ છોડી દીધો
હતો. તે શરુઆતમાં કાર ડ્રાઈવ કરતો હતો અને વર્ષ 1992માં તેના લગ્ન થયા હતા.