ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી, કેરળના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ…

નવી દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમી અને હાલમાં થઇ રહેલા કમોસમી વરસાદ વચ્ચે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. હવામાન વિભાગે ભારતમાં ચોમાસું વહેલું પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ચોમાસું 25 મે સુધીમાં કેરળમાં સમય પહેલા આવી શકે છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે ચોમાસુ 27 મે સુધીમાં કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે.

TNIE

કેરળના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. વિભાગે કેરળના કાસરગોડ, કન્નુર, વાયનાડ અને કોઝિકોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને પલક્કડ, મલપ્પુરમ અને ત્રિશુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન, રાજસ્થાન સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હીટવેવ યથાવત રહેશે.

હવામાન વિભાગે અન્ય રાજ્યો માટે આગાહી કરી
આ ઉપરાંત હવામાન વિભાગે માહિતી આપી હતી કે આગામી 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે 20 થી 26 મે દરમિયાન પશ્ચિમ કિનારા (કર્ણાટક, કોંકણ અને ગોવા અને કેરળ) અને દ્વીપકલ્પીય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં 23 અને 24 મેના રોજ અને ઉત્તરાખંડમાં 21 થી 26 મે દરમિયાન વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 20 થી 26 મે દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 23 અને 24 મેના રોજ ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી
ભારતમાં જૂનથી સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. આ વખતે પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ ઘણી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી દેશના મોટા ભાગોમાં ભારે પવન અને કમોસમી વરસાદની ગતિવિધિઓ ચાલુ જ રહી છે.

આપણ વાંચો : કમોસમી વરસાદમાં પોતાનો માલ એકઠો કરતા ખેડૂત સાથે વાત કરી કૃષિ પ્રધાનેઃ જૂઓ વીડિયો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button