દેશનું આ રાજ્ય બનશે ભિક્ષુક મુક્ત, વિધાનસભામાં મંજુર થયું બિલ | મુંબઈ સમાચાર
નેશનલ

દેશનું આ રાજ્ય બનશે ભિક્ષુક મુક્ત, વિધાનસભામાં મંજુર થયું બિલ

આઈઝોલ : દેશનું એક રાજ્ય હવે ભિક્ષુક મુક્ત રાજ્ય બનવા જઈ રહ્યું છે. મિઝોરમ વિધાનસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે ભિખ માંગવા પર પ્રતિબંધ મુકતા બિલને પસાર કરવામાં આવ્યું છે. આ અંગે રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું કે, મિઝોરમ ભિક્ષાવૃતિ નિષેધ બિલ 2025 ગૃહમાં મંજુર કરવામાં આવ્યું છે. તેમજ આ બિલનો હેતુ માત્ર ભિખ માંગવા પર પ્રતિબંધ મુકવાનો જ નથી. પરંતુ ભિક્ષુકોને સ્થાયી રોજગારીના વિકલ્પ આપવાના અને તેમની સહાયતા અને પુન:વર્સન કરવાનો છે.

ભિક્ષુકોની સંખ્યા બહુ ઓછી

તેમણે મિઝોરમમાં વધતી ભિક્ષાવૃતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે અમારૂ રાજ્ય ખુબ ભાગ્યશાળી છે. રાજયની સામાજિક સંરચના, ચર્ચો અને સરકારી સંગઠનોના સહયોગથી આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. તેમજ રાજ્યમાં લાગુ
કલ્યાણકારી યોજનાના લીધે ભિક્ષુકોની સંખ્યા બહુ ઓછી છે.

બીજા રાજયોમાંથી ભિક્ષુકો આવવાની શક્યતા વધશે

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સેરાંગ -સિહમુઈ રેલ્વે સ્ટેશનની શરુઆત બાદ મિઝોરમમાં બીજા રાજયોમાંથી ભિક્ષુકો આવવાની શક્યતા વધશે. આ રેલ્વે લાઈનનું ઉદઘાટન પીએમ મોદીએ 13 સપ્ટેમ્બરના રોજ કરવાનાં છે.
સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું કે સરકારનું માનવું છે કે યોગ્ય માળખાના માધ્યમથી રાજ્યને ભિક્ષુકોથી
મુક્ત કરી શકાય તેમ છે.

ભિક્ષુકો માટે રિસીવિંગ સેન્ટર બનાવવામાં આવશે

આ અંગે મંત્રીએ જણાવ્યું કે, સરકાર એક રાજ્ય સ્તરીય બોર્ડની રચના કરશે. જેમાં ભિક્ષુકોને કામચલાઉ ધોરણે રાખવા રિસીવિંગ સેન્ટર બનાવવામાં આવશે. તેમને પહેલા રિસીવિંગ સેન્ટર રાખવામાં આવશે. તેમજ તેની બાદ 24 કલાકમાં તેમને મૂળ નિવાસે અથવા તો તેમના રાજયમાં મોકલવામાં આવશે.

આપણ વાંચો:  ભારત 2038માં બનશે બીજી મોટી અર્થવ્યવસ્થા! કોના રિપોર્ટે કર્યો દાવો?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button