રશિયાની સેનામાં ભારતીયોને ભરતી મુદ્દે વિદેશ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા | મુંબઈ સમાચાર
નેશનલ

રશિયાની સેનામાં ભારતીયોને ભરતી મુદ્દે વિદેશ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા

નવી દિલ્હી : રશિયાની સેનામાં ભારતીયોને ભરતી કરવામાં આવતા હોવાના મુદ્દે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે રશિયાના અધિકારીઓ સામે આ બાબતને ગંભીરતાપૂર્વક મુકવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, રશિયાની સેનામાં સામેલ ભારતીયો અંગે રશિયાના અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે સરકારે દેશવાસીને પ્રોત્સાહનથી બચવા અપીલ કરી છે.

સરકારે તેમને ત્યાંથી મુક્ત કરાવવા પ્રયત્નશીલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેટલાક ભારતીય, વિધાર્થી અને બિઝનેશમેન વિઝા લઈને રશિયા ગયા હતા. જેમને ત્યાં સેનાના સહયોગી સ્ટાફ તરીકે ભરતી કરવામાં આવ્યા હતા. સરકારે તેમને ત્યાંથી મુક્ત કરાવવા પ્રયત્નશીલ છે.

રશિયાની સૈન્ય ટુકડીઓ સાથે ભારતીયો યુવાનોને મોકલવામાં આવ્યા

છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુકેનના હિંસક સંઘર્ષમાં 10 લાખથી વધુ લોકો માર્યા
ગયા છે. તેવા સમયે યુક્રેન મોરચા પર તૈનાત રશિયાની સૈન્ય ટુકડીઓ સાથે ભારતીયો યુવાનોને મોકલવામાં આવ્યા છે. તેમની સુરક્ષા અંગે બોલતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, સરકાર છેલ્લા એક વર્ષમાં અનેક વખત ચેતવણી આપી ચુકી છે કે રશિયાની સેનામાં ભરતી થવું જોખમ ભરેલું અને ખતરનાક છે.

આ પ્રકારની ભરતી તાત્કાલિક રોક્વી જોઈએ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમે અસર ગ્રસ્ત ભારતીય નાગરિકોના પરિવારના સંપર્કમાં છીએ. રશિયાએ ભારતને સતત આગ્રહ કર્યો છે કે આ પ્રકારની ભરતી તાત્કાલિક રોક્વી જોઈએ. તેમજ ભારતીયો ને પરત મોકલવા જોઈએ. તેમજ કોઈ પણ ભારતીયોએ લાલચ આવીને વિદેશ જવાના આવા પ્રસ્તાવનો સ્વીકાર ના કરવો જોઈએ. તેનાથી તેમનું જીવન ખતરામાં આવી શકે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button