નેશનલ

બંગાળની ખાડીમાં NOTAM જાહેર, 5 અને 6 ફેબ્રુઆરીએ ભારત શું કરવા જઈ રહ્યું છે?

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર પાંચ અને છ ફેબ્રુઆરીએ બંગાળની ખાડીમાં નોટમ જાહેર કર્યું છે. મહત્વની વાત છે કે, આ નોટમને 3190 કિમી સુધી વધારી દેવામાં આવ્યું છે.આ પહેલા માત્ર 2530 કિમી સુધી જ હતું, પરંતુ હવે તે વધારીને 3190 કિમી કરી દેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં આ વિસ્તારને ખાલી કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે, તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કોઈ પણ પ્રકારની ઉડાનને પરવાનગી આપવામાં આવશે નહીં. જાણો ભારત અત્યારે શું પ્લાનિંગ કરી રહ્યું છે?

નોટમની રેન્જ 3190 કિમી સુધી વધારી દેવામાં આવ્યું

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત બંગાળની ખાડીમાં ફરી એકવાર એક મહત્વપૂર્ણ મિસાઈલ પરીક્ષણ કરી શકે છે. એટલા માટે નોટમની રેન્જ 3190 કિમી સુધી વધારી દેવામાં આવ્યું છે. નજીકમાં ભવિષ્યમાં કોઈ નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે. NOTAM જાહેર કરવામાં આવતા ભારત સમુદ્ર આધારિત મિસાઇલનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે, તેવી અટકળો વધી રહી છે. જોકે, મિસાઈલ પરીક્ષણ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો : યુદ્ધના એંધાણઃ ભારત પાકિસ્તાનની સરહદે કરશે યુદ્ધાભ્યાસ, NOTAM જારી

આ પહેલા પણ ડિસેમ્બરમાં જાહેર થયું હતું NOTAM

સત્તાવાર કોઈ જાણકારી ના આવતા માત્ર અટકળો થઈ રહી છે, જો કે, એ વાત હકીકત છે કે, આ પહેલા 22 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી બંગાળની ખાડીાં 3240 કિમી સુધીનું નોટમ જાહેર કર્યું હતું. પરંતુ અત્યારે શા માટે નોટમ જાહેર કરવામાં આવ્યું? ભારત બંગાળની ખાડીમાં શું કરવાનો પ્લાન બનાવી રહ્યું છે? તે બાબતે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી.

શું છે આ નોટમ?

વિગતે વાત કરવામાં આવે તો, નોટમ એટલે નોટિસ ટુ એરમેન. આ એક પ્રકારની એવી નોટિસ છે, જેમાં યુદ્ધ કે પછી યુદ્ધ જેવી અસામાન્ય પરિસ્થિતિમાં યુદ્ધાભ્યાસ સમયે જાહેર કરવામાં આવે છે. આ દરમિયાન નિર્ધારિત સમય અને વિસ્તારમાં નાગરિક અને લશ્કરી ઉડ્ડયનની સલામતી સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે. નોટમ જાહેર થાય તેનો અર્થ એ છે કે, યુદ્ધની સ્થિતિ છે કે,પછી કોઈ પ્રકારનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં નાગરિકોની સુરક્ષા માટે હવાઈ ​​અને દરિયાઈ ટ્રાફિકને અગાઉથી માહિતી આપી શકાય છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશ પર હુમલાની આશંકા, અમેરિકાએ નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button