નેશનલ

ભારતના Gaganyaan મિશન માટે તૈયારીઓ પૂરજોશમાં, ઇસરોએ આપી આ માહિતી…

નવી દિલ્હી : ભારતનું મિશન ગગનયાન(Gaganyaan) પોતાની ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે ઇસરોએ જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માટે ‘Axiom-4 મિશન’ માટે પસંદ કરાયેલા બે ભારતીય અવકાશયાત્રીઓએ તાલીમનો પ્રારંભિક તબક્કો પૂર્ણ કરી લીધો છે. ઇસરોએ વધુમાં જણાવ્યું હતું કે બે ગગનયાત્રી પ્રાઈમ-ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને બેકઅપ-ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન ને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઈસરો અને યુએસ સ્પેસ એજન્સી નાસાના સંયુક્ત પ્રયાસને પૂર્ણ કરવાના લક્ષ્ય તરફ ‘એક્સિઓમ મિશન 4’ માટે પસંદ કરવામાં આવ્યા છે ઓગસ્ટ 2024 ના પહેલા અઠવાડિયાથી યુએસમાં તેની તાલીમ શરૂ કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે ગગનયાત્રીઓએ તાલીમનો પ્રારંભિક તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

આ પણ વાંચો : ISRO ના પ્રમુખે જાહેર કરી ગગનયાન મિશનના લોન્ચની તારીખ, ચંદ્ર પર મોકલાશે 350 કિલોનું રોવર

ઓપરેશનલ રૂટિન અને કોમ્યુનિકેશન પ્રોટોકોલ વિશે માહિતી આપવામાં આવી

ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું કે તાલીમના આ તબક્કામાં, ગગનયાત્રીઓ મિશન સંબંધિત જમીન સુવિધાઓની મુલાકાત, મિશનના પ્રક્ષેપણ તબક્કાઓનું પ્રારંભિક અવલોકન, સ્પેસએક્સ સૂટની ફિટિંગ તપાસ અને સ્પેસ ફૂડની પસંદગી સહિત પ્રારંભિક તાલીમ સંબંધિત પ્રવૃત્તિઓમાંથી પસાર થશે. આ ઉપરાંત, તાલીમ દરમિયાન વિવિધ સત્રોમાં, અવકાશયાત્રીઓને ‘સ્પેસએક્સ ડ્રેગન’ અવકાશયાન અને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની વિવિધ સિસ્ટમો સાથે એક્સપોઝ કરવામાં આવ્યું હતું. તેઓને અવકાશમાંથી ફોટોગ્રાફી, રોજિંદા ઓપરેશનલ રૂટિન અને કોમ્યુનિકેશન પ્રોટોકોલ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ISRO ભરશે નવી ઉડાન: કેબિનેટે ચંદ્રયાન-4 સહીત આ મહત્વના પ્રોજેક્ટ્સને મંજુરી આપી…

માઇક્રોગ્રેવીટી પર્યાવરણમાં વૈજ્ઞાનિક સંશોધન પ્રયોગો કરવા માટે પણ તાલીમ

સ્પેસ એજન્સીએ કહ્યું કે આ તબક્કામાં અવકાશમાં મેડિકલ ઈમરજન્સી સહિત વિવિધ પ્રકારની ઈમરજન્સીનો સામનો કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આગળની તાલીમ મુખ્યત્વે સ્પેસ સ્ટેશનના અમેરિકન ઓર્બિટલ સેગમેન્ટના બાકીના મોડ્યુલો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત મિશન દરમિયાન માઇક્રોગ્રેવીટી પર્યાવરણમાં વૈજ્ઞાનિક સંશોધન પ્રયોગો કરવા માટે પણ તાલીમ આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button