નેશનલ

બે ચાઈનીઝ સ્ટીલના ઉત્પાદનો પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી…

નવી દિલ્હીઃ ચીનથી થતી સસ્તી આયાત સામે સ્થાનિક ખેલાડીઓના હિત જાળવવા માટે ભારતે ચીનથી આયાત થતાં રેફ્રિજરેન્ટ ગૅસ અને અમુક સ્ટીલના ઉત્પાદનો પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદી છે.

ચીનથી ભારતમાં નિકાસ થતાં કોલ્ડ રોલ્ડ નોન ઓરિયેન્ટેડ ઈલેક્ટ્રિકલ સ્ટીલ અને 1,1,1,2 ટેટ્રાફ્લોરોઈથેન અથવા આર-134એ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી છે, જેમાં સ્ટીલના ઉત્પાદનો પર ભારતે અમુક ચાઈનીઝ કંપનીઓ પર ટનદીઠ 223.82 ડૉલર અને અમુક અન્ય કંપનીઓ પર પાંચ વર્ષ માટે ટનદીઠ 415 ડૉલર ડ્યૂટી લાદી હોવાનું અને ગૅસ પર પાંચ વર્ષ માટે ટનદીઠ 5251 ડૉલર ડ્યૂટી લાદી હોવાનું નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે.

અન્ય એક નોટિફિકેશનમાં નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે અમે વિયેટનામથી આયાત થતાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા કેલ્શિયમ કાર્બોનેટ ફિલર માસ્ટરબૅચ પર એન્ટિ ડમ્પિગ ડ્યૂટી લાદી છે. આ ડ્યૂટી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની તપાસકર્તા એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝની ભલામણના આધારે લાદવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકા દ્વારા ચીનથી આયાત થતાં ઉત્પાદનો પર ઊંચી ટૅરિફ લાદવામાં આવી હોવાથી ચીન તેનો અતિરિક્ત પુરવઠો ભારત જેવા દેશોમાં ડમ્પ કરતું હોવાથી ભારતમાં સસ્તી આયાતની ભરમારને ખાળવા માટે ભારતે પણ ચીનથી થતી ઘણી ચીજો પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button