નવી દિલ્હી : ભારતનો વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserve)ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર 20 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 2.838 બિલિયન ડોલરનો વધારો થયો છે. જે 13 સપ્ટેમ્બરે 689.4 બિલિયન ડોલરથી વધીને 692.3 બિલિયન ડોલર થયો છે. સેન્ટ્રલ બેંકના ડેટા દર્શાવે છે કે વિદેશી ચલણ અસ્કયામતો જે વિદેશી વિનિમય અનામતનો મોટો ભાગ છે. જે 20 સપ્ટેમ્બર સુધીમાં 2.057 બિલિયન ડોલર વધીને 605.686 બિલિયન ડોલર થયો છે. 13 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં તે 603.629 બિલિયન ડોલર હતો. તાજેતરમાં યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા મોટા વ્યાજ દરમાં કાપ દ્વારા ભારતના વિદેશી વિનિમય અનામતને પણ ટેકો મળ્યો છે.
સોનાના ભંડારમાં વધારો
આરબીઆઈના ડેટાએ એ પણ દર્શાવ્યું છે કે દેશના સોનાના ભંડારમાં 726 મિલિયન ડોલરનો વધારો થયો છે. જે 63.613 બિલિયન ડોલર થયો છે. જ્યારે 13 સપ્ટેમ્બરના ડેટામાં તેની કિંમત 62.887 અબજ ડોલર હતી. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સોનું બીજા નંબરનું સૌથી મોટું યોગદાન આપનાર છે.
SDRsમાં 121 મિલિયન ડોલરનો વધારો
વિદેશી હૂંડિયામણ અનામતમાં ફાળો આપતા અન્ય બે ઘટકો છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs) અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)છે. RBIના ડેટા અનુસાર 20 સપ્ટેમ્બર સુધીમાં SDRsમાં 121 મિલિયન ડોલરનો વધારો થયો છે. જે 13 સપ્ટેમ્બરે 18.419 બિલિયન ડોલર અગાઉના સ્તરથી વધીને 18.540 બિલિયન ડોલર થયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)સાથે ભારતની અનામત સ્થિતિ તાજેતરના ડેટા ફાઇલિંગ મુજબ 65 મિલિયન ડોલર ઘટીને 4.458 બિલિયન ડોલર થઈ છે. ગયા સપ્તાહના આંકડામાં તે 4.523 બિલિયન ડોલર હતી.