
નવી દિલ્હી: મુસ્લિમ સમુદાય માટે હજ યાત્રાએ ધાર્મિક દ્રષ્ટિએ ખુબ પવિત્ર છે, જેના માટે દર વર્ષે હજારો ભારતીય સાઉદી અરેબિયા (Haj Yatra 2025 Indian quota) જતા હોય છે. આ વર્ષે હાજ યાત્રા પર જવાનું વિચારી રહેલા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. સાઉદી અરેબિયાએ 2025 માટે 1,75,025 ભારતીય યાત્રાળુઓનો ક્વોટા નિર્ધારિત કર્યો છે, જે હજ કમિટી ઓફ ઈન્ડિયા અને હજ ગ્રુપ ઓર્ગેનાઈઝર્સ (HGOs) વચ્ચે વહેંચવામાં આવ્યો છે. સરકારે સોમવારે રાજ્યસભામાં આ અંગે માહિતી આપી હતી.
રાજ્યસભામાં માહીરી આપી:
લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સભાને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2025 માટેનો ક્વોટા હજ કમિટી ઓફ ઈન્ડિયા અને HGOs વચ્ચે 70:30ના રેશિયોમાં વહેંચવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હજ 2025 માટે, HGO ને ફાળવવામાં આવેલો હજ યાત્રાળુઓનો ક્વોટા ભારતના કુલ 1,75,025 ના 30 ટકા (52,507) છે.
Also read: ટ્રીન ટ્રીનઃ મોબાઈલના મારા વચ્ચે હજી પણ દેશમાં 17 હજાર ટેલિફોન બૂથ છે
તેમણે કહ્યું કે હજ ક્વોટા ફાળવણી અને હજ જૂથના આયોજકોને લગતા નિયમો અને શરતો ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
હજ યાત્રાનું મહત્વ:
હજ યાત્રા 40 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન પહેલા 10 દિવસ મદીના શહેરમાં પસાર કરવાના હોય છે અને ત્યાર બાદ અલગ-અલગ દિવસોમાં ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. મદીનામાં સમય વિતાવ્યા પછી, હજ યાત્રાળુઓ ઘણા પર્વતીય વિસ્તારોની મુલાકાત લે છે. શેતાનની દિવાલ પર પથ્થરો ફેંકે છે. ઈદ-ઉલ-અઝહા પર પશુઓની બલિદાન પણ આપવામાં આવે છે. મક્કા શહેરમાં સ્થિત કાબાનું હજ યાત્રામાં સૌથી વધુ મહત્વ છે. હજ યાત્રાળુઓ ઘડિયાળ કાંટાની વિરુદ્ધ દિશામાં સાત વખત કાબાની પ્રદક્ષિણા કરે છે, જેને તવાફ કહેવાય છે.