ભારતનું ગોલ્ડ રિઝર્વ પ્રથમ વાર 100 બિલીયન ડોલરને પાર , જાણો કારણ …

મુંબઈ : ભારતનું ગોલ્ડ રિઝર્વે તેની ઐતિહાસિક સપાટી વટાવી છે. આ અંગે આરબીઆઈના ડેટા અનુસાર ભારતનું ગોલ્ડ રિઝર્વ પ્રથમ વાર 100 બિલીયન ડોલરને પાર ગયું છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો અને તેના વધતા મૂલ્યને કારણે આ રેકોર્ડ બન્યો છે. જોકે, આ વર્ષે આરબીઆઈને સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
ફોરેસ એકસચેન્જ રિઝર્વમાં ઘટાડો થયો
આ અંગે પ્રકાશમાં આવેલા આરબીઆઈના આંકડા અનુસાર 10 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના સોનાના ભંડારમાં 3.595 બિલિયન ડોલરનો વધારો થયો છે. જે કુલ 102.365 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. તેનાથી વિપરીત કુલ ફોરેસ એકસચેન્જ રિઝર્વ 2.18 બિલિયન ડોલર ઘટીને 697.784 બિલિયન ડોલર થયું છે. ભારતના કુલ વિદેશીભંડારમાં સોનાનો હિસ્સો 14.7 ટકા પર પહોંચી ગયો છે. જે વર્ષ 1996-97 પછીનો સૌથી ઉચ્ચ સ્તર છે.
જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કુલ સોનાની ખરીદી ફક્ત 4 ટન
ઉલ્લેખનીય છે કે, છેલ્લા દાયકામાં ભારતના ફોરેસ એકસચેન્જ રિઝર્વમાં સોનાનો હિસ્સો લગભગ બમણો થયો છે. આ વધારો ફક્ત આરબીઆઈ દ્વારા સોનાની સતત ખરીદીને કારણે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વધારો થવાને કારણે પણ થયો છે. જેમાં વર્ષ 2025 ના પ્રથમ નવ મહિનામાં આરબીઆઈએ વર્ષ 2024 માં લગભગ માસિક ખરીદીની સરખામણીમાં ફક્ત ચાર વખત સોનું ખરીદ્યું. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કુલ સોનાની ખરીદી ફક્ત 4 ટન હતી. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 50 ટન હતી.
આ પણ વાંચો…ડિજિટલ ગોલ્ડ Vs ફિઝિકલ ગોલ્ડ: કયું સોનું ખરીદવું વધુ ફાયદાકારક? જાણો, બંનેના ફાયદા-ગેરફાયદા