ટોપ ન્યૂઝનેશનલ

ઇન્ડિયન નેવીને મળશે 26 Rafale-M એરક્રાફ્ટ, ભારત અને ફ્રાન્સ વચ્ચે ડીલ સાઈન થઇ…

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. એવામાં આજે સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક મહત્વની સંરક્ષણ ડીલ પર સાઈન કરવામાં આવી છે. આજે બંને દેશો વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ (Rafale Marine Aircraft)ના સોદાને મંજુરી આપવામાં આવી છે.

આ સોદા હેઠળ, ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. આ કરાર માટે ભારતનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું. આ દરમિયાન, નૌકાદળના નાયબ વડા, વાઇસ એડમિરલ કે. સ્વામીનાથન પણ હાજર હતા. આ ડીલની કિંમત 63,000 કરોડ રૂપિયા છે.

નેવીની શક્તિ વધશે:
ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી આ ડીલમાં 22 સિંગલ-સીટ અને 4 ટ્વીન-સીટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ આ આ જેટ વિમાનો INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. આ એરક્રાફ્ટથી ઇન્ડિયન નેવીની શક્તિ વધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) તરફથી આ મહિનાની શરૂઆતમાં ફ્રાન્સથી રાફેલ મરીન વર્ઝન એરક્રાફ્ટ ડીલને મંજૂરી મળી હતી.

ભારત પાસે રાફેલની સંખ્યા વધશે:
ભારત અને ફ્રાન્સ વચ્ચે 2016 માં રાફેક ડીલ કરવામાં આવી હતી, જે હેઠળ ભારતીય વાયુસેનાને 36 રાફેલ વિમાનો મળ્યા હતાં. ભારતીય વાયુસેનાના રાફેલ એરક્રાફ્ટ જેટ બે બેઝ, અંબાલા અને હાશિનારા પર તૈનાત છે. આ 26 રાફેલ-એમના સોદા સાથે, ભારતના રાફેલ જેટની સંખ્યા વધીને 62 થઈ જશે.

રાફેલ-એમની ખાસિયત:
અમેરિકન બોઇંગ F/A-18 સુપર હોર્નેટની સામે ઇન્ડિયન નેવીએ ફ્રાન્સના રાફેલ એમ એરક્રાફ્ટની પસંદગી કરી. રાફેલ ભારતની જરૂરિયાતો માટે વધુ યોગ્ય હોવાથી આ ડીલ નક્કી કરવામાં આવી છે. રાફેલ-એમ એક મલ્ટીરોલ ફાઇટર જેટ છે. તે AESA રડાર ટાર્ગેટ ડીટેકશન અને ટ્રેકિંગ માટે કાર્યક્ષમ છે. રાફેલ-એમમાં સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ છે, જે તેને સ્ટીલ્થ બનાવે છે. તેમાં હવામાં પણ ઇંધણ ભરી શકાય છે, જેથી તેની રેન્જ વધુ છે. રાફેલ-એમ ફાઇટરના આગમનથી, ભારતીય દરિયાઈ વિસ્તારમાં દેખરેખ, જાસૂસી, હુમલો વગેરે જેવા ઘણા મિશન હાથ ધરવામાં આવશે.

આપણ વાંચો : ભારતીય નૌકાદળની તાકાતમા થશે વધારો, ફ્રાન્સ સાથે 26 રાફેલ મરીન જેટ માટે 63,000 કરોડની મેગા ડીલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button