પાકિસ્તાન પહેલા પોતાનું ધ્યાન રાખે! માનવાધિકાર ઉલ્લંઘનના નિવેદન પર ભારતનો વળતો જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાન પોતાના નાપાક હરકતો છોડતું નથી. પાકિસ્તાને ફરી એકવાર ભારત મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. પાખંડી પાકિસ્તાને ભારતને માનવાધિકાર મામવે એક ઉપદેશ આપ્યો હતો. પરંતુ આ મામલે હવે ભારતે પોતાનો વળતો જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાખંડી પાકિસ્તાન ખોખલા ઉપદેશ આપતા પહેલ પોતાના તે પોતાનો વિચાર કરે. ભારતે પાકિસ્તાનને તેમને ખરાબ માનવાધિકારના અત્યંત ખરાબ રેકોર્ડ પર ધ્યાન આપે. પાકિસ્તાને ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે આ જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને જવાબ આપ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાન એક એવા દેશ તરીકે જેનો લઘુમતીઓ પર દમન, કટ્ટરતા અને દુર્વ્યવહારનો કલંકિત રેકોર્ડ છે, તેને બીજાઓને ભાષણ આપવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાનને અત્યારે પોતાના દેશનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે, પાકિસ્તાન અત્યારે એવી સ્થિતિમાં છે જ નહીં કે બીજા કોઈ દેશને ઉપદેશ કે સલાહ આપી શકે. એટલા માટે જ ભારત દ્વારા પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો છે.
Weekly Media Briefing by the Official Spokesperson (November 26, 2025)
— Randhir Jaiswal (@MEAIndia) November 26, 2025
https://t.co/vgKqo6rHUY
પાકિસ્તાને રામ મંદિરના ધ્વજારોહણ સમારોહ અંગે નિવેદન આપ્યું હતું
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા સિંધ મામલે એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે બાદ પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો છંછેડ્યો હતો. પાકિસ્તાને કોઈ કથિત રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા ગઈકાલે નિવેદન આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે અયોધ્યામાં ધ્વજારોહણ સમારોહ અને જાન્યુઆરી 2024 માં મંદિરના અભિષેકનો ઉલ્લેખ કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ લાવવાનો એક માર્ગ હતો અને આ ઘટનાઓ તરફ આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો આજે ભારતે જવાબ આપ્યો છે.
આપણ વાંચો: અયોધ્યાના રામમંદિર પર લહેરાતી ધર્મધજા કોણે બનાવી અને વિશેષતા જાણો?



