નેશનલ

દેશમાં સીધા વિદેશી રોકાણ ક્ષેત્રે આંચકો, ગત વર્ષની સરખામણીએ આટલો ઘટાડો

મુંબઈ: દેશમાં અનુકૂળ આર્થિક માહોલ વચ્ચે સીધા વિદેશી રોકાણના મોરચે નિરાશાનજક માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં રિઝર્વ બેંકના તાજેતરના અહેવાલમાં જણાવાયુ છે કે, ગત નાણાકીય વર્ષ દરમિયાન વિદેશી સીધા રોકાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગ્રોસ ઇનવર્ડ એફડીઆઈમાં 16 ટકાથી વધુનો ઘટાડો

રિઝર્વ બેંકના તાજેતરના માસિક બુલેટિનમાં સ્ટેટ ઓફ ધ ઇકોનોમી નામના લેખમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ગ્રોસ ઇનવર્ડ એફડીઆઈમાં 16 ટકાથી વધુનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2021-22માં, એફડીઆઈનો આ આંકડો 84.8 બિલિયન ડોલર હતો. જે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન તે 16.3 ટકા ઘટીને 71 અબજ ડોલર થયું.

ચોખ્ખા એફડીઆઈમાં પણ ઘટાડો

આરબીઆઈના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ચોખ્ખા એફડીઆઈમાં પણ ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2021-22 માં ચોખ્ખો એફડીઆઈ આંકડો 38.6 બિલિયન ડોલર હતો.જે પાછલા નાણાકીય વર્ષમાં ઘટીને 28 બિલિયન ડોલર થયો હતો. ડેટા અનુસાર જે ક્ષેત્રોમાં એફડીઆઈમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે તેમાં ઉત્પાદન, કમ્પ્યુટર સેવાઓ અને સંદેશાવ્યવહાર સેવાઓનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, અમેરિકા, સ્વિટ્ઝર્લૅન્ડ અને મોરેશિયસમાંથી એફડીઆઈ ઘટ્યું છે.

એફપીઆઈ એ 2.2 બિલિયન ડોલરની ચોખ્ખી ખરીદી કરી

બીજી તરફ એફપીઆઇ મોરચે પરિસ્થિતિમાં સુધારો થયો છે. એપ્રિલ મહિના દરમિયાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સ્થાનિક બજારમાં ચોખ્ખી ખરીદી કરી હતી. તેમણે ચોખ્ખા ધોરણે ઇક્વિટીમાં 1.9 બિલિયન ડોલર અને ડેટમાં 0.2 બિલિયન ડોલરનું રોકાણ કર્યું. નાણાકીય સેવાઓ, મૂડી માલ, ક્રૂડ ઓઇલ અને ગેસ જેવા ક્ષેત્રો એફપીઆઈ લાવવામાં આગળ છે. મે મહિનામાં એપ્રિલનો ટ્રેન્ડ વધુ વેગ પકડી રહ્યો હોય તેવું લાગે છે. મે મહિનાની 15 મી તારીખ સુધી એફપીઆઈ એ 2.2 બિલિયન ડોલરની ચોખ્ખી ખરીદી કરી છે.

આ પણ વાંચો….વાહન ભાડે આપવાની સ્કીમમાં 1,375 રોકાણકાર સાથે 20 કરોડની છેતરપિંડી: 246 વાહન જપ્ત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button