નેશનલ

દેશની પાંચ હાઈકોર્ટને મળ્યા નવા ચીફ જસ્ટીસ, મધ્યપ્રદેશ ઝારખંડ સહિતના રાજ્યોનો સમાવેશ

નવી દિલ્હી : દેશની પાંચ હાઈકોર્ટને નવા ચીફ જસ્ટીસ મળ્યા છે. તેમાં મધ્યપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, ગુવાહાટી અને પટણા હાઈકોર્ટનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ સચદેવ, ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ તરલોક સિંહ ચૌહાણ, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ વિભુ બાખરુ, ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ આશુતોષ કુમાર અને પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોલીની નિયુક્તિ કરી છે. આ પાંચ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિની ભલામણ ચીફ જસ્ટીસ બીઆર ગવઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી.

ન્યાયિક અધિકારી અને વકીલોને ન્યાયાધીશ તરીકે નિયુક્તિ

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ચીફ જસ્ટીસ બીઆર ગવઈના નેતૃત્વ હેઠળના કોલેજિયમે 1 અને 2 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં દિલ્હી હાઈકોર્ટમાં ત્રણ ન્યાયિક અધિકારીઓ અને પટના હાઈકોર્ટના બે વકીલોને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ ઉપરાંત કોલેજિયમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે 10 ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: કેમ CJI DY Chandrachud લોકો પાસે 500 રૂપિયાની મદદ માંગી રહ્યા છે?

આ બેઠકમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે પાંચ વકીલોની નિમણૂક કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. આ વકીલો પુષ્પેન્દ્ર યાદવ, આનંદ સિંહ બહરાવત, અજય કુમાર નિરંકારી, જય કુમાર પિલ્લઈ અને હિમાંશુ જોશી છે. આ ઉપરાંત, પાંચ ન્યાયિક અધિકારીઓ રાજેશ કુમાર ગુપ્તા, આલોક અવસ્થી, રત્નેશ ચંદ્ર સિંહ બિસેન, ભગવતી પ્રસાદ શર્મા અને પ્રદીપ મિત્તલને હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button