કાબુલમાં ભારતીય દૂતાવાસ ફરી શરૂ થશે! અફઘાનિસ્તાનના પ્રધાન સાથે મુલાકાત બાદ જયશંકરે કરી જાહેરાત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલીબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ભારતના પ્રવાસે (Amir Khan Muttaqi in India) છે. આજે નવી દિલ્હીમાં અમીર ખાન મુત્તાકી અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે વચ્ચે મુલાકાત યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એસ જયશંકરે જાહેર કર્યું હતું કે ભારતે અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સંપૂર્ણ પુનઃસ્થાપિત કરશે અને કાબુલમાં દૂતાવાસમાં શરુ કરશે.
એસ જયશંકરે કહ્યું, “ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે સંપૂર્ણ સમર્થન આપે છે. મને એ વાત જાહેર કરતા આનંદ થાય છે કે ભારતના કાબુલમાં ટેકનિકલ મિશનને દૂતાવાસના દરજ્જામાં અપગ્રેડ કરશે.”
અફઘાનિસ્તાન સાથે સંબંધ સુધરશે:
એસ જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનના વિકાસમાં ભારત ઊંડો રસ ધરાવે છે, તેમણે અફઘાનિસ્તાનમાં ભારતના સમર્થનથી બનેલા ઘણા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો અને વધુ છ પ્રોજેક્ટ્સ શરુ કરવાની જાહેરાત કરી છે.
એસ જયશંકરે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ભારતે કેવી રીતે કોવિડ પાનડેમિક સમયે અફઘાન લોકોના સ્વાસ્થ્ય માટે મદદ કરી. તેમણે કહ્યું કે સદ્ભાવના સંકેત તરીકે ભારતે અફઘાનિસ્તાનને 20 એમ્બ્યુલન્સની ભેટ આપી, આ ઉપરાંત હાઈ ટેક મેડીકલ ઉપકરણો, રસીઓ અને કેન્સરની દવાઓનો પુરવઠો પણ આપ્યો હતો.
2021માં દુતાવાસ બંધ થયું હતું:
ભારત અને અફઘાનિસ્તાન ઐતિહાસિક રીતે મિત્ર દેશો રહ્યા છે, પરંતુ 2021 માં તાલીબાને સત્તા સાંભળ્યા બાદ ભારતે કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. એક વર્ષ પછી વેપાર, તબીબી સહાય અને માનવતાવાદી સહાયની સુવિધા ભારતે કાબુલમાં એક ટેકનીકલ મિશન શરુ કર્યું હતું.
નોંધનીય છે કે ભારતે હજુ સુધી અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસનને માન્યતા આપી નથી. તાલીબાન સમર્થિત આતંકવાદીઓ પાકિસ્તાનમાં ભૂમિ પર હુમલો કરી રહ્યા છે, પાકિસ્તાનની સેના અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી કરી રહી છે, ત્યારે મુત્તાકીની ભારત મુલાકાત મહત્વની છે.
આપણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ H1-B વિઝા પર હજુ આકરાં નિયંત્રણો લાવશે, જાણો શું છે પ્રસ્તાવ