દેશમાં શરુ થયેલા વહેલા ચોમાસાથી હિમાચલ અને ઉત્તરાખંડમાં 100 થી વધુ લોકોના મોત

નવી દિલ્હી : દેશમાં આ વર્ષે શરુ થયેલા વહેલા ચોમાસાએ જાન માલનું નુકસાન કર્યું છે. જેમાં અત્યાર સુધી હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યમાં 100થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત રાજસ્થાન, આસામ, બિહાર સહિત અનેક રાજ્યોમાં નદીઓમાં પુર આવ્યા છે. તેમજ લાખો લોકો પુરથી અસર ગ્રસ્ત થયા છે. તેમજ અનેક સ્થળો પાણી ભરાવવાના લીધે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે.
સમગ્ર દેશમાં સરેરાશ 6 ટકા વધુ વરસાદ નોંધાયો
આ વર્ષ દેશના ચોમાસું વહેલું આવ્યું છે. જેના લીધે દેશના અનેક રાજયોમાં આફત જોવા મળી છે. 20 જુલાઈ સુધી દેશ ભારે વરસાદ અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે. જેમાં જાન માલનું ભારે નુકસાન થયું છે. તેમજ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જેમાં હવામાન વિભાગના આંકડા અનુસાર અત્યાર સુધી સમગ્ર દેશમાં સરેરાશ 6 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જયારે અમુક વિસ્તારોમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને આસામમાં નુકસાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદના પગલે સૌથી વધુ નુકસાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલન, વાદળ ફાટવા અને મુશળધાર વરસાદને કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે. તેમજ આ દરમિયાન 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સંપત્તિને મોટું નુકસાન થયું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ નુકસાન
જયારે બીજી તરફ આસામમાં બ્રહ્મપુત્ર અને તેની ઉપનદીઓમાં પુરની સ્થિતિથી લોકોની મુશ્કેલી વધી છે. જયારે મહારાષ્ટ્રના કોલ્હાપુર, નાસિક અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને પાણી ભરાવાથી જનજીવન ખોરવાઈ છે. તેમજ ખેતી અને માળખાગત સુવિધાઓને પણ વ્યાપક નુકસાન થયું છે.
આ પણ વાંચો…હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ, ભાર વરસાદથી 1000 કરોડનું નુકસાન