
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં પાકિસ્તાનના નેતાઓ અને મંત્રીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. જેની બાદ ભારત એક્શન આવ્યું છે તેમાં ભારતે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું એક્સ એકાઉન્ટ ભારત બ્લોક કર્યા બાદ હવે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. X પ્રોફાઇલમાંથી તરારનો ફોટો અને કવર ઇમેજ પણ ગાયબ થઈ ગયા છે.
પાકિસ્તાન પણ શાંત નહીં બેસે અને યોગ્ય જવાબ આપશે.
આ પહેલા 30 એપ્રિલના રોજ એક પાકિસ્તાની મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે મજબૂત ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ આતંકવાદી હુમલાના આધારે આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર લશ્કરી હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે જો ભારત કોઈ પગલું ભરશે તો પાકિસ્તાન પણ શાંત નહીં બેસે અને યોગ્ય જવાબ આપશે.
ભારતમાં પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક
પહલગામ હુમલા બાદ, ભારતમાં પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની કલાકારો માહિરા ખાન, હાનિયા આમિર, સનમ સઈદ અને અલી ઝફરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને વસીમ અકરમ સહિત વર્તમાન અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ બ્લોક કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના પીએમની યુટ્યુબ ચેનલ પણ બ્લોક
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલ પણ ભારતમાં બ્લોક કરવામાં આવી છે. હવે ચેનલ પર ફક્ત આ માહિતી દેખાય છે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી ઉપલબ્ધ નથી.ભારત સરકારે ઘણા અન્ય પાકિસ્તાની રાજકારણીઓ સામે પણ આ નક્કર પગલું ભર્યું છે.
પહલગામ હુમલા બાદથી ભારત સતત એક્શન મોડમાં
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 લોકો માર્યા ગયા હતા. પહલગામ હુમલા બાદથી ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની સાથે પાકિસ્તાન માટે એર સ્પેશ બંધ કરવામાં આવ્યું છે. તેમજ ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને પણ તેમના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક યથાવત્ઃ હવે પાક.ના PMની યુટ્યુબ ચેનલ બ્લોક