ચીન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ; વિશ્વભરના ચીની નાગરિકોને ભારતના વિઝા મળશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા પ્રયાસો થઇ રહ્યા છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર લાંબા સમય તણાવ બાદ બંને દેશોએ લશ્કર પાછુ ખેંચ્યું હતું,
ત્યાર બાદ બંને દેશોએ રાજદ્વારી સંબંધો સુધારવા તરફ પગલા ભર્યા હતાં. હવે ભારતે મહત્વનું પગલું ભરતા વિશ્વભરમાં ભારતીય મિશન અને કોન્સ્યુલેટ મારફતે અરજી કરનારા ચીનના નાગરિકો માટે વિઝીટર વિઝાની શરૂઆત કરી છે.
એપ્રિલ-મે 2020 ગાલવાન ખીણમાં બંને દેશની સેના વચ્ચે થયેલી અથડામણો બાદ બંને દેશોના સંબંધો વણસ્યા હતાં, ચીનના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. બંને દેશ સંબંધ સામાન્ય બનાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.
ગત જુલાઈ મહિનામાં ભારતે ચીનના નાગરીકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કર્યા હતાં, તેના ચાર મહિના બાદ વિશ્વભરમાં ભારતીય મિશન અને કોન્સ્યુલેટમાં ચીની નાગરિકોને વિઝીટર વિઝા આપવાનું શરુ કરવામાં આવ્યું છે. આ પગલા અંગે કોઈ ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આપણ વાચો: ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ સેવા શરુ થશે, ચીને કહ્યું આ મિત્રતાની નવી ઉડાન…
સંબંધ સુધારવા પ્રયાસ:
ગત મહીને બંને દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ સર્વિસ પણ શરૂ કરવામાં આવી હતી. ઉનાળામાં તિબેટ આવેલા હિંદુ ધર્મના પવિત્ર સ્થળ કૈલાશ માનસરોવર યાત્રા માટે ટુરીસ્ટ વિઝા શરુ કરવામાં આવ્યા હતાં. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવશે.
ગાલવાન ખીણમાંથયલી અથડામણમાં 20 ભારતીય સૈનિકો અને ચાર ચીની સૈનિકોના મોત થયા હતાં.



