ભારત-ચીન સરહદથી સૈનિકોની પીછેહઠ, દેપસાંગ-ડેમચોકમાં ડિસએન્ગેજમેંટ પ્રક્રિયા પૂરી
India – China Relations: પૂર્વ લદ્દાખ સેક્ટરના (Eastern Ladakh sectoe) દેપસાંગ અને ડેમચોક (Depsang and Demchok) વિસ્તારમાંથી સૈનિકોની વાપસી પ્રક્રિયા (disengagement process) લગભગ પૂરી થઈ ચુકી છે. ભારત અને ચીનની સેનાએ તેમના વિસ્તારમાંથી જગ્યા ખાલી કરી હોવાની પુષ્ટિ કરી છે. ઉપરાંત અસ્થાયી નિર્માણ પણ દૂર કરવામાં આવ્યું છે.
રક્ષા સૂત્રો મુજબ, થોડા દિવસો પહેલાં શરૂ કરવામાં આવેલી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સૈનિકોની વાપસી પ્રક્રિયા દેપસાંગ અને ડેમચોકમાં આશરે 90 ટકા સુધી પૂરી થઈ ચુકી છે. આ પ્રક્રિયામાં બને પક્ષો તરફથી સૈનિકોને પરત બોલવવામાં આવ્યા પુષ્ટિ કરવામાં આવી છે અને મંગળવાર સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થવાની આશા છે.
આપણ વાંચો: LAC પરથી ભારત અને ચીન બંનેની સેના પાછળ હટી, ચીનની દાનત પર પ્રશ્નચિહ્ન
જાણકારી મુજબ, ભારતીય સેનાનું બંને ક્ષેત્રોમાં ડિસએન્ગેજમેંટને શક્ય તેટલું વહેલું અંતિમ રૂપ આપવાનું છે. થોડા દિવસ પહેલાં ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે બંને દેશો સરહદની નજીક એક સમજૂતીને અનુરૂપ પ્રાસંગિક કામમાં લાગેલા છે. પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારત અને ચીનના સૈનિકોએ ઘર્ષણવાળા વિસ્તારમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરી દીધું છે? જેના જવાબમાં તેમણે કહ્યું, આ કામ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે.