જીએસટીના દરમાં ફેરફારથી મોંઘવારીમાં પણ થશે ઘટાડો, જાણો વિગતે | મુંબઈ સમાચાર
નેશનલ

જીએસટીના દરમાં ફેરફારથી મોંઘવારીમાં પણ થશે ઘટાડો, જાણો વિગતે

નવી દિલ્હી : મોદી સરકારે દિવાળી પૂર્વે સામાન્ય લોકોને રાહત આપવા જીએસટીના દરોમાં 22 સપ્ટેમ્બરના રોજથી ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘટાડાને લીધે અનેક જીવન જરૂરી વસ્તુઓ અને સેવાના ભાવમાં ઘટાડો થશે. જેના લીધે રિટેલ ફુગાવાના દરમાં પણ ઘટાડો થશે. આ ઘટાડાને લીધે રિટેલ ફુગાવામાં 0.65 થી 0.75 નો ઘટાડો થશે. આ અંગે ગુરુવારે એસબીઆઈ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે.

413 વસ્તુઓના દરમાં ઘટાડો કરવામાં આવ્યો

આ અંગે એસબીઆઈ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે 453 વસ્તુઓમાં જીએસટી રેટમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં 413 વસ્તુઓના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે માત્ર 40 વસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જયારે 295 વસ્તુઓમાં 12 ટકાને બદલે 5 ટકા અથવા શૂન્ય ટકા જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે.

આ શ્રેણીનો ફુગાવામાં ઘટાડો

જેમાં આવશ્યક 295 વસ્તુઓ જેનો જીએસટી દર 12 ટકા થી ઘટાડીને 5 ટકા અથવા તો 0 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે ખાદ્ય વસ્તુઓ પર 60 ટકા ફાયદો ગ્રાહકોને મળશે. જેના લીધે આ શ્રેણીનો ફુગાવો નાણાકીય વર્ષ 2025-26માં 0.25 થી 0.30 ટકા સુધી ઓછો થશે.

ગ્રાહકોને 50 ટકા ફાયદો થવાનું અનુમાન

એસબીઆઈના રિસર્ચ રિપોર્ટ અનુસાર સેવાઓ પર જીએસટી દરોમાં ફેરફાર અને અન્ય વસ્તુઓ પર ઘટાડાને લીધે રિટેલ ફુગાવામાં 0.40 થી 0.45 માં ઘટાડો થશે. જેમાં ગ્રાહકોને 50 ટકા ફાયદો થવાનું અનુમાન છે. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2026 -27 દરમિયાન રિટેલ ફુગાવામાં 0.65 થી 0.75નો ઘટાડો થઈ શકે છે. જયારે જીએસટી કાઉન્સિલ તરફથી દરોની પ્ર્ભાવી ભારાંશ ટકાવારી સપ્ટેમ્બર 2019માં ઘટીને 11. 6 ટકા કરવામાં આવી હતી. જે શરૂઆતમાં 14.4 ટકા હતી. તેમજ અહેવાલ અનુસાર જીએસટી દરોમાં બદલાવથી પ્ર્ભાવી ભારાંશ સરેરાશ ટકાવારી 9.5 ટકા થઈ શકે છે.

આ પણ વાંચો…આઝાદી પછીનો આ સૌથી મોટા આર્થિક સુધારો! જીએસટીમાં સુધારો થયા બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button