નેશનલ

ઓડિશા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ખનન અને પ્રોસેસિંગને વેગ આપવા સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ સરકારે ઓડિશા અને તમિલનાડુ જેવા ખનિજ સમૃદ્ધ રાજ્યોમાં સમર્પિત કોરિડોરનો પ્રસ્તાવ મૂક્યો અને ખનન અને અન્ય પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગ માટે જરૂરી વસ્તુઓ પર આયાત શુલ્કમાંથી છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકાર દ્ધારા આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે દુર્લભ અથવા મહત્વપૂર્ણ ખનિજોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, કારણ કે આ ખનિજો ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

આપણ વાચો: કોંગોના ઉત્તર કિવુ પ્રાંતમાં ખાણકામ વિસ્તારમાં ભૂસ્ખલન, 200 લોકોના મૃત્યુ…

લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “ભારતમાં મહત્વપૂર્ણ ખનિજોની પ્રક્રિયા માટે જરૂરી મૂડી-માલસામાનના આયાત પર બેસિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે.” તેમણે માહિતી આપી કે નવેમ્બર 2025માં રેયર અર્થ પરમેનન્ટ મેગ્નેટ યોજના શરૂ કરવામાં આવી હતી.

નાણામંત્રીએ મહત્વપૂર્ણ ખનિજ વિભાગ હેઠળ ‘મોનાઝાઇટ’ પર કસ્ટમ ડ્યુટી વર્તમાન 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ નવેમ્બર 2025માં 7,280 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચ સાથે ‘સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના’ ને મંજૂરી આપી હતી.

તેમણે કહ્યું હતું કે “અમે ખનિજથી સમૃદ્ધ રાજ્યો ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને ખનન, પ્રક્રિયા, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત રેર અર્થ કોરિડોર સ્થાપિત કરવા માટે સહાયતાનો પ્રસ્તાવ રજૂ કરીએ છીએ.” નાણામંત્રીએ ક્રિટિકલ મિનરલ સેક્શન હેઠળ મોનાઝાઇટ પર કસ્ટમ ડ્યુટી હાલના 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button