India Budget 2024 Live Updates: નાણા પ્રધાન 'Nirmala Sitharaman' ડિજીટલ ખાતાવાહી સાથે જોવા મળ્યા, 11 વાગ્યે બજેટ રજૂ કરશે | મુંબઈ સમાચાર

નાણા પ્રધાન ‘Nirmala Sitharaman’ ડિજીટલ ખાતાવાહી સાથે જોવા મળ્યા, 11 વાગ્યે બજેટ રજૂ કરશે

નવી દિલ્હી: આજે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે વચગાળાનું બજેટ રજુ કરશે. આજે સવારે તેઓ નાણા મંત્રાલય પહોંચ્યા હતા અને અહીંથી બજેટની કોપી લઈ તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયા હતા. આજે સવારે 11 વાગ્યે તેઓ વચગાળાનું બજેટ રજૂ કરશે.

નાણા પ્રધાન નાણા મંત્રાલયના અધિકારીઓ અને બજેટ ટીમના સભ્યો સાથે નાણા મંત્રાલયની બહાર બજેટ ખાતાવહી રજુ કરી હતી. તેમની સાથે નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડ અને મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન પણ હાજર હતા.


આજે કેન્દ્રીય વચગાળાના બજેટની રજૂ થાય એ પહેલા, IMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ભારત સરકારના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે જો તમે વિકાસ દર જુઓ છો, તો આપણે યાદ રાખવું જોઈએ કે કોવિડ પાનડેમિક દરમિયાન, ઓછા લોકોએ તેના પર વિશ્વાસ રાખ્યો છે.

અમે કહ્યું હતું કે વિકાસ દર 7 ટકાથી વધુ રહેશે અને આ આંકડો આવી ગયો છે. કોવિડ દરમિયાન અમે અપનાવેલી નીતિઓ અને માંગ અને પુરવઠા વચ્ચેના સંતુલનથી જરૂરિયાતમંદોને ફાયદો થયો. મૂડી ખર્ચમાં આશરે 3.5 ટકાનો વધારો થયો છે. તેથી, ભારતની અર્થવ્યવસ્થા એકદમ મજબૂત અને સારી સ્થિતિમાં છે. IMF અને અન્ય લોકો આ સ્પષ્ટપણે જોઈ શકે છે.

આ વચગાળાના બજેટમાં રેલવેને પાછળના બજેટ કરતાં 25 ટકા વધુ ફાળવણી મળી શકે છે. રેલ્વેનું બજેટ જે ગત વખતે રૂ. 1.7 લાખ કરોડથી વધુ હતું, આ વખતે તે રૂ. 3 લાખ કરોડને પાર કરી શકે છે. આ ઉપરાંત રેલવે માટે નવી ટ્રેનોની જાહેરાત પણ શક્ય છે. છેલ્લા કેટલાક સમયથી રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું નથી અને તેને સામાન્ય બજેટની સાથે રજૂ કરવામાં આવે છે.

Back to top button