ભારતે 8000 એક્સ અકાઉન્ટ બ્લોક કર્યા, મુસાફરોને ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા સુચના

નવી દિલ્હી: ગુરુવારે પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો હતો, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે હુમલા નિષ્ફળ બનાવ્યા છે. ભારતની આંતરિક સુરક્ષા અંગે કેદ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ઈમરજન્સી બેઠક બોલાવી છે. એવામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલએ મુસાફરો માટે મહત્વનો આદેશ જાહેર કર્યો છે.
અહેવાલ મુજબ ઉડ્ડયન મંત્રાલએ આદેશમાં જણાવાયું છે કે, દેશભરના મુસાફરોને તેમની ફ્લાઇટ્સના ડિપાર્ચરના ઓછામાં ઓછા ત્રણ કલાક રીપોર્ટ કરવાની સલાહ આપવામાં આવી છે.
એર ઇન્ડિયાએ X પર પોસ્ટ કર્યું “બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા એરપોર્ટ પર વધારાના પગલાં અંગેના આદેશને ધ્યાનમાં રાખીને, ભારતભરના મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સુનિશ્ચિત ડિપાર્ચરના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે જેથી ચેક-ઇન અને બોર્ડિંગ સરળ બને. ચેક-ઇન પ્રસ્થાનના 75 મિનિટ પહેલા બંધ થાય છે.”
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે દેશભરના 24 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.
ભારતે 8 હજારથી વધુ X એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. X એ જણાવ્યું હતું કે તેને ભારત સરકાર તરફથી એક્ઝિક્યુટિવ ઓર્ડર મળ્યા છે જેમાં તેને ભારતમાં 8,000 થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સ્થિતિ ઇન્ડિયા ગેટની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવી રહ્યો છે. પોલીસકર્મીઓ લોકોને ઘરે જવાની અપીલ કરી રહ્યા છે.