ભારતે પાકિસ્તાનના કિરાણા હિલ્સ પર કર્યો હતો હુમલો, સેટેલાઈટ ફોટોએ કર્યો ખુલાસો | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

ભારતે પાકિસ્તાનના કિરાણા હિલ્સ પર કર્યો હતો હુમલો, સેટેલાઈટ ફોટોએ કર્યો ખુલાસો

ભારતના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને pokના નવ આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ બંને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના કિરાના હિલ્સ ભારતે હુમલો કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેને પાકિસ્તાને નકારી દીધા હતા. જ્યારે જૂન 2025નો કિરાના હિલ્સનો સેટેલાઈટ ફોટો સામે આવ્યો છે. આ વાતનો ખુલાસો પ્રખ્યાત સેટેલાઇટ ઇમેજરી વિશ્લેષક અને ભૂ-ગુપ્તચર સંશોધક દ્વારા કરવામાં આવ્યો હતો. નિષ્ણાત ડેમિયન સાયમોનના જણાવ્યા અનુસાર, આ તસવીરો કિરાના હિલ્સ પર ભારતીય હુમલાના સંકેત આપે છે.

આ ફોટોને સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર શેર કરતા તેણે જણાવ્યું કે, જૂન 2025 ગૂગલ અર્થના આ ફોટો પરથી ભારતના કિરાના હિલ્સ પર હુમલા નિશાનો દેખાય રહ્યા છે. આ ઉપરાંત, નજીકના સરગોધા એરબેઝના રનવેની સમારકામના ચિહ્નો પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પંજાબમાં આવેલું કિરાના હિલ્સ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમનું કેન્દ્ર મનાય છે, જ્યાં ભૂગર્ભ સંગ્રહ સુવિધાઓ અને સુરંગો હોવાનું કહેવાય છે. 1980ના દાયકામાં અહીં પરમાણુ પરીક્ષણો પણ થયા હતા.

ભારતે પહેલગામમાં આતંકીઓ દ્વારા પર્યટકોની હત્યાના જવાબમાં 9-10 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ 15 બ્રહ્મોસ મિસાઇલો અને અન્ય ચોક્કસ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના 13માંથી 11 મુખ્ય એરબેઝને નુકસાન થયું હતું. મીડિયા અહેવાલો પ્રમાણે આ ફોટોમાં ભૂગર્ભ નુકસાનના કોઈ સ્પષ્ટ પુરાવા નથી.

પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે તેમણે ભારતના આદમપુર એરબેઝ પર હુમલો કરી Su-30MKI અને S-400 સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું. જોકે, સાયમોનની માર્ચ 2025ની સેટેલાઇટ તસવીરોએ આ દાવાને ખોટો સાબિત કર્યો, જેમાં માત્ર નિયમિત જાળવણી દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદમપુર ખાતે S-400 સિસ્ટમ સાથે ફોટો પડાવી પાકિસ્તાનના દાવાને ખોટા સાબિત કર્યા હતા.

આ પણ વાંચો…પાકિસ્તાનનું TRFને સમર્થન સામે આવ્યું: પહલગામ હુમલાની સંડોવણીના પુરાવા માંગ્યા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button