હુઝૂર આતે આતે બહોત દેર કર દીઃ ભારત-રશિયાની દોસ્તીથી ખફા ટ્રમ્પે હવે ભારત વિશે આમ કહ્યું

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે ટેરિફ સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત કર્યાં બાદ સ્થિતિ વધારે વિકટ બની છે.
જો કે, ભારતે 50 ટકા ટેરિફ બાબતે અમેરિકાને જવાબ પણ આપ્યો હતો. SCO સમિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે ગયેલા છે. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત ડોલાન્ડ ટ્રમ્પને રાસ આવી નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાનો ભારત સાથે એકતરફી વેપાર સંબંધ છે કારણ કે ભારતને અમેરિકાના કારણે વધુ ફાયદો થાય છે.
આપણ વાંચો: કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે!
અમે ભારતના સૌથી મોટા ગ્રાહક છીએઃ અમેરિકન રાષ્ટ્રપતિ
એટલું જ નહીં પરંતુ યુએસ ભારતનો સૌથી મોટો ગ્રાહક છે, તેવું પણ કહ્યું હતું. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, ‘ખૂબ ઓછા લોકો સમજે છે કે અમે ભારત સાથે ખૂબ ઓછો વેપાર કરીએ છીએ, પરંતુ તેઓ અમારી સાથે ઘણો વેપાર કરે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ અમને મોટી માત્રામાં માલ વેચે છે, જેથી અમે ભારતના સૌથી મોટા ગ્રાહક છીએ. અત્યાર સુધી તે સંપૂર્ણપણે એકતરફી સંબંધ રહ્યો છે, અને તે ઘણા દાયકાઓથી ચાલી રહ્યો છે’

આપણ વાંચો: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારી, વોશિંગ્ટનમાં શરૂ થશે ત્રણ દિવસીય વાટાઘાટો
શું અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતને કાબૂમાં રાખવા માંગે છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ ભારતને ગમે તે રીતે કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ ભારત કોઈ પણ ભોગે હવે વિદેશી તાકાતોથી ડરીને વેપાર કે, સંબંધો રાખે તેમ નથી.
ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. જેથી ભારતે કયા દેશ સાથે કેટલો વેપાર કરવો અને કેવા સંબંધો રાખવા તેનો નિર્ણય પણ હવે ભારત જાતે જ કરે છે.
પીએમ મોદીએ પણ પોતાના ભાષણમાં આ વાતનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હતો. હવે આ ટેરિફ મામલે કેવા નિર્ણયો આવે છે તે જોવાનું રહેશે. કારણ કે, ટ્રમ્પના ટેરિફનો અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે.