પાટનગરમાં વિરોધ પ્રદર્શન: પ્રદર્શનકારીઓને ક્યાં સુધી ગોંધી શકાય? જાણો કાયદો...

પાટનગરમાં વિરોધ પ્રદર્શન: પ્રદર્શનકારીઓને ક્યાં સુધી ગોંધી શકાય? જાણો કાયદો…

નવી દિલ્હી: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને કથિત ‘મતચોરી’ના મુદ્દે ઈન્ડિ. ગઠબંધનના સાંસદોએ આજે સંસદ ભવનથી ચૂંટણીપંચના ઓફિસ સુધીની રેલીનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા હંગામો થયો હતો અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

ગુજરાત સહિત અને રાજ્યમાં વિપક્ષી નેતા હોય કે સમાજિક કાર્યકર હોય અનેક આંદોલન કર્યા અને આંદોલન ઉગ્ર બનતા અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ થાય આંદોલન કરતી વખતે નેતાની અટકાયત કરવામાં આવે તો તેને કેટલો સમય અટકાયત કરી રાખવામાં આવે છે. તેને લઈ શું કાયદો છે.

કોંગ્રેસના આગેવાની હેઠળના ઈન્ડિ. ગઠબંધનના સાંસદોએ બિહારમાં SIRને મતદાતાઓના હક છીનવવાનો પ્રયાસ ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે ચૂંટણીપંચ ભાજપ સાથે મળીને મત ચોરી કરી રહ્યું છે. આ વિરોધમાં સંસદથી ચૂંટણીપંચ સુધીની રેલી દરમિયાન પોલીસે નેતાઓને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિરોધ ઉગ્ર બન્યો. પરિણામે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા. આ ઘટનાએ રાજકીય વાતાવરણને વધુ ગરમાયું હતું.

ભારતમાં કોઈની અટકાયત કરવાના નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિને 24 કલાકથી વધુ સમય સુધી અટકમાં રાખી શકાય નહીં. જો 24 કલાકથી વધુ સમય માટે અટકાયત કરવાનું જરૂરી હોય, તો પોલીસે તે વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી પડે છે, જે પછી ધરપકડ કરી શકે છે. રાજકીય નેતાઓના કિસ્સામાં અટકાયત સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવા અથવા સુરક્ષાના કારણોસર લેવામાં આવે છે. સ્થિતિ શાંત થયા બાદ આવા નેતાઓને મુક્ત કરવામાં આવે છે.

અટકાયતના કાયદા અનુસાર પોલીસે જે તે વ્યક્તિની અટક કર્યા પછી 24 કલાકની અંદર વ્યક્તિને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું ફરજિયાત છે. ગંભીર કેસોમાં પોલીસ 15 દિવસ સુધીની રિમાન્ડ માગી શકે છે, જેને લંબાવી શકાય છે. અટકાયતમાં રહેલી વ્યક્તિને યોગ્ય સુવિધાઓ અને સુરક્ષા આપવી જરૂરી છે. આ ઉપરાંત, તેને પોતાના વકીલ સાથે મળવાનો અધિકાર છે. અટકાયત કર્યાના 48 કલાકની અંદર મેજિસ્ટ્રેટે નક્કી કરવું પડે છે કે હિરાસતનું કોઈ વાજબી કારણ છે કે નહીં, જો નહીં તો વ્યક્તિને મુક્ત કરવામાં આવે છે.

આ પણ વાંચો…બિહારમાં એસઆઈઆર અમલ મુદ્દે સંસદમાં હંગામો, બંને ગૃહ સ્થગિત કરાયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button