નેશનલ

INDIA Alliance: દિલ્હીમાં AAP કોંગ્રેસને માત્ર એક સીટ આપશે, ગોવા અને ગુજરાત માટે ઉમેદવારો જાહેર કરાયા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી દળોના ગઠબંધન INDIAના ઘટક પક્ષો વચ્ચે મતભેદો ખુલીને સામે આવી રહ્યા છે. હવે દિલ્હીમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું ગઠબંધન તૂટી શકે છે. દિલ્હીમાં લોકસભાની 7માંથી 6 બેઠકો પર AAPએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. AAP કોંગ્રેસને માત્ર 1 જ સીટ આપવા તૈયાર છે.

આમ આદમી પાર્ટી (AAP)ની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક બાદ સંદીપ પાઠકે કહ્યું કે દિલ્હીમાં અમારી સરકાર છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમારી સરકાર છે. એ પ્રમાણે જોઈએ તો દિલ્હીમાં અમારી પાસે 6 બેઠકો છે. તેથી અમે 6 બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છીએ છીએ, જયારે કોંગ્રેસને 1 બેઠક આપવા તૈયાર છીએ.

સંદીપ પાઠકે કહ્યું, “અમે કોંગ્રેસ સાથે બે વખત બેઠક કરી હતી, પરંતુ તેમાં કોઈ નિષ્કર્ષ ના નીકળ્યો. આ પછી છેલ્લા એક મહિનામાં એક પણ બેઠક થઈ નથી. પહેલા ન્યાય યાત્રાનું કારણ આપવામાં આવ્યું અને ત્યાર પછી કંઈ જવાબ ના મળ્યો. આ બેઠક ક્યારે થશે તે અંગે કોંગ્રેસના કોઈ પણ નેતાને ખ્યાલ નથી. આજે મારે ભારે હૈયે આ વાત કરવી પડે છે.”

આ સાથે AAPએ ગોવા અને ગુજરાત માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. સંદીપ પાઠકે કહ્યું કે દક્ષિણ ગોવાના અમારા વિધાનસભ્ય વનજીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. કોંગ્રેસ સાથેના ગઠબંધનને ધ્યાનમાં રાખીને ગોવામાં અમને 1 સીટ મળે છે. એટલા માટે અમે અમારા ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ.

સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, “ગુજરાતના ભરૂચમાંથી ચૈતર બસવા અને ભાવનગરમાંથી ઉમેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ગુજરાતમાં મહાગઠબંધન હેઠળ અમારી 8 બેઠકો છે. અમને લાગે છે કે કોંગ્રેસ આના પર અમારું સમર્થન કરશે. અમે ગઠબંધનના ધર્મનું પાલન કરવા માંગીએ છીએ, પરંતુ જે વિલંબ થઈ રહ્યો છે તે યોગ્ય નથી.”

આમ આદમી પાર્ટી (AAP)ના આ પગલાને INDIA ગઠબંધન માટે વધુ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા મમતા પંજાબમાં ભગવંત માન અને પશ્ચિમ બંગાળમાં બેનર્જીએ પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. નીતિશ કુમાર અને જયંત ચૌધરીએ તો ગઠબંધનથી અલગ જ થઇ ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker