નેશનલ

ભારતે કર્યું અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: પાડોશી દેશોની ઊંઘ હરામ…

નવી દિલ્હી: ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. એક તરફ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને જોતા આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણે સફળતાપૂર્વક તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને પૂર્ણ કર્યા છે.

ભારતની અગ્નિ-4 મિસાઈલ તેની પ્રહાર ક્ષમતામાં મહત્વની ભૂમિકા ભજવનારી છે. આ મિસાઈલથી 4,000 કિલોમીટર સુધીના સ્થાનને નિશાન બનાવી શકાય છે. સરંક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શુક્રવાર 6 સપ્ટેમ્બરે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, અગ્નિ-4ને ઓડિશાના ચાંદીપુરમાં ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી.

આજના પ્રક્ષેપણમાં અગ્નિ-4 મિસાઈલે તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. આ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ લગભગ બે વર્ષ બાદ કરવામાં આવ્યું છે. આ પહેલા તેનું પરીક્ષણ 6 જૂન 2022ના રોજ કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button