Top Newsનેશનલ

દેશમાં શિક્ષણની ‘કફોડી’ હાલત: 10 વર્ષમાં 93,000 શાળાઓને લાગ્યા તાળાં

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ શાળાઓ બંધ, જાણો મહારાષ્ટ્રની સ્થિતિ

નવી દિલ્હીઃ દેશમાં એજ્યુકેશન સિસ્ટમની હાલત ગંભીર બની રહી છે, જેમાં ઉચ્ચ શિક્ષણ માટે હજુ પણ બાળકો વિદેશની દોટ મૂકે છે એમાં કોઈ નવાઈની નથી, કારણ કે દેશમાં પર્યાપ્ત સંસાધનો નથી. એનાથી ચોંકાવનારી વાત એ છે કે દેશમાં 10 વર્ષમાં 93,000થી વધુ શાળાને બંધ કરવામાં આવી છે. સંસદમાં મળેલી માહિતી અનુસાર ભારતમાં 10 વર્ષમાં 93,000થી વધુ શાળાને તાળા માર્યાં હતા, જે શિક્ષણની કથળતી હાલતની સાથે એજ્યુકેશન સિસ્ટમ પરના વિશ્વાસ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.

સરકારી માહિતી અનુસાર વર્ષ 2014-15થી 2019-20 વચ્ચેનો સમયગાળો સૌથી વધુ ખરાબ રહ્યો હતો. આ છ વર્ષમાં દેશમાં 70,000થી વધુ શાળાને બંધ કરવામાં આવી હતી. એના પછી કોરોના મહામારી અને એના પછીના વર્ષો યાને 2020-21થી 2024-25 વચ્ચે લગભગ 18,700થી વધુ સ્કૂલ બંધ કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે સ્કૂલ બંધ થવાનું પ્રમાણ ઘટ્યું હતું, પરંતુ આ પ્રક્રિયા બંધ થઈ નહોતી.

દેશના સૌથી મોટા રાજ્યમાં સૌથી વધુ સ્કૂલ બંધ થઈ
સૌથી વધુ સ્કૂલ બંધ થઈ હોય તો દેશના મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો નંબર પહેલો રહ્યો હતો, જ્યાં 24,600થી વધુ સ્કૂલનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશમાં પણ 22,400 સ્કૂલ બંધ થઈ હતી, જ્યારે ઓડિશા, ઝારખંડ અને રાજસ્થાન જેવા રાજ્યમાં પણ હજારો શાળામાં તાળામાં મારવાની નોબત આવી હતી.

ઝારખંડ જેવા નાનકડા રાજ્યમાં પ,000 સ્કૂલ બંધ કરી
એકલા ઝારખંડમાં 5,000 તો ઓડિશામાં 5,400 અને રાજસ્થાનમાં 2,500 સ્કૂલ બંધ કરી હતી. મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્ય પણ સ્કૂલ બંધ થવાથી બાકાત રહ્યું નથી. મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યમાં સેંકડોથી લઈ હજારેક સ્કૂલ થઈ હતી. સૌથી ચોંકાવનારા ખબર એ છે કે પશ્ચિમ બંગાળમાં સ્કૂલની સંખ્યામાં ઉતારચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ 1,000 સ્કૂલની સંખ્યા ઓછી થઈ છે.

જમ્મુ કાશ્મીરની સ્કૂલ પણ બંધ થઈ
2020-21થી 2024-25 વચ્ચેના સમયગાળામાં મધ્ય પ્રદેશમાં 6,900 સ્કૂલ બંધ થઈ હતી, જ્યારે જમ્મુ કાશ્મીરની હાલત ચિંતાજનક રહી હતી, જ્યાં 4,400 સ્કૂલને તાળા મારવામાં આવ્યા હતા. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 1,000થી વધુ સ્કૂલ બંધ થઈ હતી, જ્યારે મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં સેંકડો સ્કૂલ બંધ થઈ હતી.

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યમાં સ્કૂલ બંધ થવા મુદ્દે અનેક વિવાદો થયા છે. જોકે, રાજ્ય સરકારની સ્કૂલ બંધ થવાના દાવાની સંખ્યા સરકાર સ્વીકારતી નથી, જ્યારે નિષણાતો આ સ્કૂલની સંખ્યામાં થનારા ઘટાડાને એન્ટિ એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ થઈ રહી હોવાનું માને છે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં ગરીબ બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા હોવા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. સંસદમાં રજૂ કરેલા રિપોર્ટ વાસ્તવમાં સરકાર અને એજ્યુકેશન સિસ્ટમ આ મુદ્દે ગંભીરતાથી વિચારવાનો નિર્દેશ કરે છે, જેથી સ્કૂલ બંધ થાય નહીં અને બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની શકે.

આપણ વાંચો:  World Cancer Day 2026: રસોડામાં રહેલાં પાંચ મસાલા છે કેન્સર સામે લડવાનું હથિયાર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button